પંચાયતની સમિતિઓ

પંચાયતની સમિતિઓ

ગ્રામ પંચાયતની સમિતિઓ
(અ) ફરજિયાત બનાવવાની સમિતિઓ
(1) સામાજિક ન્યાય સમિતિ અને
(2) પાણી સમિતિ અને
(બ) મરજિયાત સમિતિ
(1)કારોબારી સમિતિ

સામાજિક ન્યાય સમિતિ

સભ્ય સંખ્યા પાંચથી વધુ નહીં, મુદત ગ્રામ પંચાયતના જેટલી જ.

 સમિતિની રચના

  • વાલ્મિકિ કે સફાઈ કામદાર જાતિનો એક સભ્ય, જો ચૂંટાયેલ સભ્ય ન હોય તો ગ્રામ પંચાયતમાં સદસ્ય ચૂંટાવવાની લાયકાત ધરાવતા પંચાયત વિસ્તારના સદસ્યને કોઓપ્ટ કરી શકાય.
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો અનામત બેઠક પરથી ચૂંટાયેલ સદસ્ય જેમાં એક સ્ત્રી સભ્ય હોવી જરૂરી છે. જો ચૂંટાયેલ સદસ્ય ન મળે તો અને સમિતિ માટે જરૂરી સભ્યસંખ્યા ખૂટતી હોય તો પંચાયત પંચાયતમાં ચૂંટાવવાની લાયકાત ધરાવતા આ જાતિના સભ્યને કો ઓપ્ટ કરી શકાય.
  • આવા કો ઓપ્ટ સભ્યો મત આપી શકે છે તેમજ સમિતિના અધ્યક્ષ પણ થઈ શકે છે.
  • આ સમિતિના અધ્યક્ષ પણ થઈ શકે છે.
  • આ સમિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત અન્ય નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળે તેવા કાર્યો જેવાં કે નબળા વર્ગો માટે પીવાનું પાણી, ગૃહનિર્માણ, દીવાબત્તીની સગવડ, ન્હાવા ધોવાની સગવડ, શિક્ષણની સુવિધાઓ, સામાજિક નૈતિક કલ્યાણ, નશાબંધી, અસ્પૃશ્યતા નિવારણ, રૂશ્વત, અને જુગાર નાબુદી, બાળક્લ્યાણ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને સહકારી પ્રવૃતિઓ તેમજ જાહેર સ્થળોમાં પછાત વર્ગોના લોકો પ્રત્યે ભેદભાવ ન થાય તેવાં કાર્યો કરશે.
  • સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ 60 દિવસની અંદર તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી શકે છે.
  • સામાજિક ન્યાય સમિતિના સભ્યો પોતાનાથી કોઈ એકને અધ્યક્ષ ચૂંટી કાઢશે.
  • સમિતિનો કોઈ સભ્ય અથવા અધ્યક્ષ પંચાયતને પોતાનું રાજીનામું સમિતિમાંથી સભ્ય કે અધ્યક્ષપદેથી રાજીનામું
  • આપી શકશે.
  • ગ્રામ પંચાયતે સામાજિક ન્યાય સમિતિ બનાવવી ફરજિયાત છે.
  • સમિતિની સભા ઓછામાં ઓછા ત્રણ માસમાં એકવાર ભરવી.
  • ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ બનાવવી ફરજિયાત છે.
  • ગણપૂર્તિ માટે 1/3 સભ્યો અથવા ત્રણ સભ્યો બે માંથી જે વધુ હોય તે.

કારોબારી સમિતિ

  • ગ્રામ પંચાયતની આ મરજિયાત સમિતિ છે.
  • સભ્ય સંખ્યા 5, મુદત બે વર્ષ, સમિતિની મુદત પૂરી થયા પછી ફરીથી રચના થઈ શકશે, પરંતુ પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂરી થશે.
  • સમિતિની પાંચ સભ્યોમાં એક સભ્ય અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ અને એક સભ્ય સ્ત્રી હોવી જોઈએ.
  • કારોબારી સમિતિને પંચાયત જે કાર્યો સોંપે તે કરવાનાં રહેશે, તે માટે પંચાયતે ઠરાવ કરવાનો રહેશે.
  • સમિતિની બેઠક ઓછામાં ઓછી ત્રણ મહિનામાં એક વાર મળશે.
  • જો સરપંચ કે ઉપસરપંચ સમિતિના સદસ્ય હશે તો તે સરપંચ હોદ્દાની રૂએ અધ્યક્ષ ગણાશે, જો સરપંચ ના પાડે
  • તો ઉપસરપંચ અધ્યક્ષ ગણાશે અને જો બંને અધ્યક્ષ તરીકે રહેવાની ના પાડે તો સમિતિમાંથી એક સભ્યને અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવશે.

પાણી સમિતિ

  • પાણી સમિતિ ફરજિયાતપણે બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે.
  • સરપંચ અને પંચાયત ઠરાવે તેવા પંચાયતના ઉપસરપંચ સહિત ચાર સભ્યો, આ પાંચ પૈકી એક સ્ત્રી માટે, બે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત શૈક્ષણિક પછાત વર્ગના હોવા જોઈએ.
  • ગ્રામ પંચાયત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ જેઓ મતદાર હોય તેમાંથી રજિસ્ટર્ડ થયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે સહકારી મંડળી, યુવક મંડળ, ખેડૂત મંડળ, મહિલા મંડળ વગેરેના 2 થી 3 સભ્યો.
  • તલાટી કમ મંત્રી સમિતિના મંત્રી તરીકે રહેશે.
  • સમિતિની મુદત બે વર્ષની રહેશે.
  • આ સમિતિ પીવાના પાણી, જળસ્ત્રોતની જાળવણી, પાણીની પાઈપલાઈન, પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ
  • તેમજ, પાણી વેરાની નિયમિત વસૂલાત, શોષખાડા પાણી વિતરણ તેમજ આ કામગીરીને વેગ આપવા માટે
  • સંબંધિત સંસ્થાઓ પાસેથી આર્થિક સહાય મેળવવાના પ્રયાસો અને કામગીરી કરશે.

અન્ય સમિતિઓ

  • ઉપરોક્ત સમિતિઓ ઉપરાંત પંચાયતને જરૂર લાગે તો બીજી એક અથવા તેથી વધુ સમિતિઓ સરકારની પૂર્વમંજૂરી લઈને રચી શકાશે.
  • આ સમિતિઓની સભ્યસંખ્યા તથા મુદત પંચાયત ઠરાવે તે પ્રમાણે કરશે.

તાલુકા પંચાયતની સમિતિઓ

  • તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ આ બે સમિતિઓની રચના ફરજિયાત છે.
  • પંચાયતનો સભ્ય ન હોય તેવી કોઈ વ્યક્તિ સમિતિનો અધ્યક્ષ બની શકશે નહીં.
  • સમિતિના સભ્યો પોતાનામાંથી કોઈ એકને સમિતિના અધ્યક્ષ બની શકશે નહીં.
  • સમિતિનો અધ્યક્ષ કે સદસ્ય પંચાયતને રાજીનામું આપીને અધ્યક્ષ કે સભ્યપદેથી રાજીનામું આપી શકશે.
  • તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ આ બે સમિતિઓની રચના ફરજિયાત છે.
  • પંચાયતનો સભ્ય ન હોય તેવી કોઈ વ્યક્તિ સમિતિનો અધ્યક્ષ બની શકશે નહીં.
  • સમિતિનો અધ્યક્ષ કે સદસ્ય પંચાયતને રાજીનામું આપીને અધ્યક્ષ કે સભ્યપદેથી રાજીનામું આપી શકશે.

કારોબારી સમિતિ

  • સભ્યસંખ્યા વધુમાં વધુ નવ અને ઓછામાં ઓછા પાંચ સભ્યો, મુદત બે વર્ષ.
  • તાલુકા પંચાયત કારોબારી સમિતિને જે સત્તા, કાર્યો અને ફરજો સોંપે તે માટે કારોબારી સમિતિએ તે પ્રમાણે કામગીરી કરવાની છે અને આ માટે તાલુકા પંચાયતને ઠરાવ કરવો જોઈએ.
  • માત્ર સમિતિની રચના કરવાથી જ સમિતિને અધિકાર જતો નથી.
  • સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ તાલુકા પંચાયતને અપીલ કરી શકશે.
  • કારોબારી સમિતિની પ્રથમ બેઠકમાં સમિતિના અધ્યક્ષ ચૂંટણી કે પસંદગી થાય છે. આવી બેઠક બોલાવવાનો અધિકાર તાલુકા વિકાસ અધિકારીને છે.
  • તાલુકા વિકાસ અધિકારી સમિતિના મંત્રી તરીકે રહેશે.

 સામાજિક ન્યાય સમિતિ

🔹 સામાજિક સભ્ય સંખ્યા – 5 અને મુદત પંચાયતના જેટલી જ.
🔹સમિતિની રચના : પંચાયતના ચૂંટાયેલા સદસ્યોમાંથી નીચે પ્રમાણે પસંદગી કરવામાં આવશે.
(1) વાલ્મીકિ કામદાર જાતિનો એક સભ્ય અને હોય તો પંચાયતમાં ચૂંટાવવાની લાયકાત ધરાવનાર આ જાતિના સભ્યને કો ઓપ્ટ કરી શકાશે.
(2) બાકીના સભ્યોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાંથી ચૂંટાયેલા પંચાયતના સદસ્યોમાંથી નીમાશે અને તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ તે જાતિની સ્ત્રી સભ્ય હશે. જો આવા સભ્યો પંચાયતમાં પૂરતા પ્રમાણમાં ચૂંટાવવાની લાયકાત ધરાવે છે તેમાંથી કો ઓપ્ટ કરી શકાશે.
(3) સામાજિક ન્યાય સમિતિનાં કાર્યો અને ફરજો નિયમોથી નક્કી કરેલ હોવાથી તાલુકા પંચાયત પાછાં ખેંચી શકતી નથી.
(4) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ 60 દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાયસમિતિને અપીલ કરી શકશે.
(5) સમિતિને બેઠક વર્ષમાં ઓછામાં ઓછા ચાર વખત એટલે દર ત્રણ મહિને બોલાવવી પડે છે.

અન્ય સમિતિઓ

  • જો તાલુકા પંચાયતને આવશ્યક લાગે તો કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ઉપરાંત બીજી એક કે વધુ સમિતિઓ રચી શકશે.
  • સમિતિની રચના માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે.
  • આવી સમિતિની સભ્યસંખ્યા વધુમાં વધુ પાંચની રહેશે.
  • સમિતિની મુદત એક વર્ષની રહેશે.

જિલ્લા આયોજન સમિતિની તાલુકાવાર પેટાસમિતિ

🔹જિલ્લા આયોજન સમિતિને મદદરૂપ થવા માટે ઓછામાં ઓછા સાત સભ્યોવાળી તાલુકાવાર પેટાસમિતિની રચના કરવામાં આવશે.
🔹સમિતિની રચના :
(1) અધ્યક્ષ : તાલુકા પંચાયતના પ્રમુખ
(2) ઉપાધ્યક્ષ : પ્રાંત અધિકારી જિલ્લા વિકાસ અધિકારી
(૩) સભ્યો : તાલુકા ધારાસભ્યો
(4) સભ્ય : તાલુકામાંથી ચૂંટાયેલ જિલ્લા પંચાયતના સદસ્ય
(5) સભ્ય : સામાજિક ન્યાય સમિતિનો અધ્યક્ષ
(6) સભ્ય : મામલતદાર
(7) વીસ મુદ્દા કાર્યક્રમના અમલ અને તેની સમીક્ષા માટેની સમિતિ
– સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિની મુદત પંચાયતના જેટલી એટલે કે પાંચ વર્ષની રહેશે. બાકીની સમિતિની મુદત બે વર્ષની રહેશે.
– દરેક સમિતિના સભ્યો પોતાનામાંથી સમિતિના અધ્યક્ષને ચૂંટશે, પરંતુ જો પંચાયતના પ્રમુખ કે ઉપપ્રમુખ સમિતિમાં હશે તો પ્રમુખ હોદ્દાની રૂએ અધ્યક્ષ બનશે,
– જો પ્રમુખ ના પાડે તો ઉપપ્રમુખ અને બંને ના પાડે તો સમિતિનો કોઈપણ સભ્ય પ્રમુખ બની શકશે.
– પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ બંને હોદ્દા પર એકી સાથે રહી શકતો નહીં.
– સમિતિમાં એકવાર ચૂંટાયેલો સભ્ય ફરી ચૂંટાવાને લાયક રહેશે.
– કોઈ સભ્ય કે અધ્યક્ષ પંચાયતને પોતાનું રાજીનામું મોકલીને સભ્ય કે અધ્યક્ષપદેથી રાજીનામું આપી શકશે.
– કોઈ સમિતિને નહીં સોંપાયેલ કાર્યો અને ફરજો અને સત્તા જિલ્લા પંચાયત પોતે વાપરશે અને બજાવશે.

પંચાયતની સમિતિઓ

3 thoughts on “પંચાયતની સમિતિઓ”

Leave a Comment