TCS દ્વારા પ્રથમ માનવ-કેન્દ્રિત AI કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.
- Tata Consultancy Services (TCS) દ્વારા ફ્રાન્સના પેરિસમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે માનવ-કેન્દ્રિત AI કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.
- આ કેન્દ્ર ફ્રેન્ચ કંપનીઓને સ્ટાર્ટઅપ્સની વૈશ્વિક ઇકોસિસ્ટમ, શિક્ષણ-સંબંધિત ટેક્નોલોજી અને સંશોધન સંબંધિત શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરશે.
- માનવ-કેન્દ્રિત AI દ્વારા મગજ-કમ્પ્યુટર ઇન્ટરફેસ અને મશીનોમાં સહાનુભૂતિ જેવી સુવિધાઓ બનાવશે.
- ઉપરાંત કલા અને સંસ્કૃતિમાં AI ના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેના ડિઝાઇન અને એન્જિનિયરિંગના અનુભવનો ઉપયોગ માનવ-કેન્દ્રિત AIના ક્ષેત્રમાં અદ્યતન તકનીકો વિકસાવવા માટે કરશે.
- TCS એ ટાટા ગ્રુપની સોફ્ટવેર સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની છે.
- TCSની સ્થાપના 1 એપ્રિલ 1968ના રોજ થઈ હતી, તેનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે.
Category: Current Affairs Detailed in Gujarati