પંચાયતી રાજની પૂર્વભૂમિકા અને ઉદગમ
પંચાયતી શબ્દમાં પંચ અને આયત- રહેઠાણ, નિવાસનો ઉલ્લેખ છે, જે પંચ ત્યાં પરમેશ્વરની પૌરાણિક ઉક્તિ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ગ્રામ પંચાયતનું અસ્તિત્વ વૈદિક કાળ જેટલું પૌરાણિક ગણાય છે, ગંગ અને જમના નદી વચ્ચેના લોકવસવાટ વખતે પૃથુ રાજાએ પંચાયત પદ્ધતિ દાખલ કર્યાનું મનાય છે. મહાભારતના સભાપર્વમાં પંચ અથવા ગ્રામ વડીલોના સ્થાન અંગે સૂચક ઉલ્લેખો મળે છે.
વાલ્મીકિ રામાયણમાં સ્વાયત્ત ગામોના સમૂહ જેવા ‘જનપદ’ નો ઉલ્લેખ મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ્રામવ્યવસ્થા વિશે વિગતપૂર્ણ વર્ણન જોવા મળે છે. ગ્રીક મુસાફર મેગેસ્થનિઝે પંચાયતનું ‘પેંટાર્ટ’ નામથી વિવિધતાપૂર્ણ વર્ણન કર્યું છે. જાતક કથાઓમાં ગ્રામસભા અંગેના ઉલ્લેખો મળે છે. હ્યુએનસંગ અન ફાહીયાન નામના ચીની મુસાફરોએ સમુદ્ર ગ્રામીણ ભારતનું વર્ણન કર્યું છે.
ગુપ્તયુગમાં ગ્રામપંચાયતોએ વ્યવસ્થિત સ્થાન ગ્રહણ કર્યું હતું. રાજસ્થાનમાં સાતમી સદીની શરૂઆતમાં ‘પંચકૂળ’ અંગેનું લખાણ ઉપલબ્ધ થાય છે. આવો જ ઉલ્લેખ કર્ણાટકના ગંગ અભિલેખોમાં મળે છે. ચૌલવંશ દરમિયાન પંચાયતો સારી ચાલતી હતી તેના ઉલ્લેખ મળે છે.પંદરમી સદી પછી પંચાયતોના વિકાસ પર અવરોધો શરૂ થયાનું કેટલાક ઈતિહાસકારો માને છે.
બ્રિટિશ શાસન દરમિયાન પંચાયતી રાજ સ્થાપવાનું પ્રયાસો :
લોર્ડ રીપનને પંચાયતી રાજનો પિતા કહેવામાં આવે છે. પરદેશીઓના આગમન સાથે પંચાયતી શાસન પ્રકૃતિનું પતન શરૂ થયું, છતા બ્રિટિશ શાસન દરમિયાન ગ્રામ્ય કક્ષાએ સ્વાયત શાસન સ્થાપવાના અધકચરા પ્રયાસો થયા. ઈ.સ. 1688માં ઈંગ્લેંડના ધોરણે મદ્રાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપવામાં આવી. સાચા અર્થમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન સ્થાપવામાં આવી, પરંતુ સીધા કરવેરા અંગે વિરોધને લીધે આ પ્રયોગ નિષ્ફળ ગયો.
લોકોના વિરોધને લીધે ઈ.સ. 1850માં સીધા કરવેરાને બદલે પરોક્ષ કરવેરા જોગવાઈ કરાઈ. ઈ.સ. 1858માં ભારત સીધું બ્રિટિશ તાજના શાસન હેઠળ આવતાં ગ્રામ્ય સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થાની આવશ્યકતા અંગ્રેજોને જણાઈ. ગ્રામ્ય વિસ્તાર માટે સ્વાયત્ત સંસ્થાનો સૌ પહેલાં પ્રયાસ કરનાર ભારતના તત્કાલિન ગવર્નર લોર્ડ મેયો હતો. ઈ.સ. 1870માં લોર્ડ મેયોએ પસાર કરેલા ઠરાવમાં ગ્રામ્ય સ્તરે સ્થાનિક સ્વશાસન અને સ્થાનિક કરવેરા દાખલ કરવાનું સૂચન કર્યું.
ઈ.સ. 1871માં મદ્રાસ, બંગાળ, પંજાબ, યુ.પી. વગેરે પ્રાંતોએ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સંસ્થાએ સ્થાપવાના કાયદા કર્યો. સ્થાનિક સ્વરાજની દિશામાં પહેલ લોર્ડ મેયોએ કરી પણ તેનો નક્કર પાયો તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ રિપને ઈ.સ. 1882માં એક ઠરાવ પસાર કરીને નાંખ્યો.લોર્ડ રિપન ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે ઓળખાયા.
મુંબઈ પ્રાંતમાં ઈ.સ. 1884માં બોમ્બે લોકલ બોર્ડ એક્ટ પસાર કરાયો, જેમા જિલ્લા લોકલ એક્ટ પસાર કરાયો, જેમાં જિલ્લા લોકલ બોર્ડ અને તાલુકા લોક બોર્ડની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, પરંતુ તેમાં ગ્રામ્ય માળખાનો ઉલ્લેખ ન હોવાથી પરિસ્થિતિ બગડતી રહી. ઈ.સ. 1889માં બોમ્બે વિલેજ સેનિટેશન એક્ટ પસાર કરાયો, જે અંતર્ગત ગામડામાં સેનિટરી કમિટિ અને સેનિટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી.
ઈ.સ. 1907માં રાજા એવોર્ડ આઠમાએ વિકેન્દ્રીકરણ અંગે એક રોયલ કમિશનની નિમણૂક કરી, કમિશને ગ્રામ્યપંચાયતોને નાણાકીય સહાય, કેટલાંક કામોની સોંપણી વગેરે ભલામણો કરી, પરંતુ બાકીની જોગવાઈઓ રૂઢીચુસ્ત હોવાથી તેનો અમલ યોગ્ય રીતે ન થઈ શક્યો. ઈ.સ. 1945માં ભારત સરકારે રોયલ કમિશનના સંદર્ભ સ્થાનિક સ્વશાસનનો ઠરાવ પસાર કર્યો, જે લોર્ડ રિપનના ઠરાવનું પુનરુચ્ચાર હતો. આ ઠરાવને સાનુકૂળ પ્રતિભાવ ન મળ્યો.
ઈ.સ. 1971નો ગર્વમેંટ ઓફ ઈંડિયા ઓફ ઈંડિયા એક્ટમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાનો વિષય પ્રાતિક સરકારને અને સ્થાનિક સંસ્થાઓ નાંખી શકે તેવા કરવેરાઓની અલગ અનુસૂચિ તૈયાર કરવામાં આવી. આને લીધે કેટલાક પ્રાંતોમાં સ્થાનિક સ્વરાજને લગતા કાનૂન અસ્તિત્વમાં આવ્યા. ઈ.સ. 1935ના ગર્વમેંટ ઓફ ઈંડિયા એક્ટમાં સ્થાનિક સ્વરાજની જોગવાઈ કરવામાં આવી, ઈ.સ. 1937ની ચૂંટણીમાં પ્રાંતોમાં લોકોએ ચૂંટેલી પ્રજાકીય સરકારો આવી, પરંતુ 1939નું બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં આ યોજના ખોરંભે મૂકાઈ ગઈ.
પંચાયતી રાજ અંગેના મહત્વના કાયદાઓ
આઝાદી પહેલાં
🔹મુંબઈ વિલેજ પંચાયત એક્ટ, 1920
🔹બરોડા વિલેજ પંચાયત એક્ટ, 1926
🔹ગર્વમેંટ ઈંડિયા એક્ટ, 1935
🔹જસદણ વિલેજ પંચાયત એક્ટ, 1942
🔹પોરબંદર વિલેજ પંચાયત એક્ટ, 1944
🔹ભાવનગર વિલેજ પંચાયત એક્ટ, 1946
🔹ધાંગ્રધા સ્ટેટ વિલેજ પંચાયત એક્ટ, 1946
🔹મોરબી વિલેજ પંચાયત એક્ટ, 1947
આઝાદી પછી
🔹મુંબઈ વિલેજ પંચાયત એક્ટ, 1958
🔹ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
🔹ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
આઝાદી પછી પંચાયતીરાજ અંગેની તવારીખ
🔹1949 સૌરાષ્ટ્રમાં ગ્રામપંચાયતી ધારાની જોગવાઈ
🔹1952- 2 જી ઓક્ટોબરથી સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત
🔹1957- બળવંતરાય મહેતા સમિતિએ 24-11-1957ના રોજ ત્રિસ્તરીય પંચાયતની રાજની ભલામણ કરતો અહેવાલ સુપરત કર્યો.
🔹1958- 1 લી નવેમ્બરના રોજ મદ્રાસ, આસામ અને મૈસૂરે પંચાયતીરાજના કાયદા ઘડ્યા.
🔹1959 –તાં. 2-10-1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંડિત જવાહરલાલ નહેરુએ ત્રિસ્તરીય પંચાયતીરાજનું ઉદધાનટન કર્યું.
🔹1959 આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજની શરૂઆત
🔹1960- 2 જી ઓક્ટોબર,1960ના રોજ ઓરિસ્સા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પંચાયતીરાજ માટે 15 સભ્યોની સમિતિ રચાઈ. સમિતિએ અહેવાલ 21- 12- 1960ના રોજ સુપરત કર્યો.
🔹1961 ગુજરાત પંચાયત અધિનિયમ – 1961ની રચના કરાઈ.
🔹 1961- મહારાષ્ટ્રમાં પંચાયતરાજની સ્થાપના
🔹1962 મધ્યપ્રદેશમાં પંચાયતરાજની શરૂઆત.
🔹1963 પહેલી એપ્રિલથી ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજની શરૂઆત
🔹1968 હિમાલય પ્રદેશમાં પંચાયતી રાજની શરૂઆત
🔹1972- તા. 12- 4- 1972ના ગુજરાતમાં ઝીણાભાઈ દરજી સમિતિની રચના તા. 12 12 1997ના રોજ અશોક મહેતાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી. સમિતિ તા. 21. 8. 1978ના રોજ અહેવાલ સુપરત કર્યો.
🔹તા. 23 5 1977ના રોજ ગુજરતમાં રિખવાદાસ શાહ સમિતિની રિખવદાસ શાહ સમિતિની રચના કરાઈ તા. 18 07 1978 ના રોજ સમિતિએ અહેવાલ સુપરત કર્યો, પરંતુ તેના પર કોઈ પગલાં ન લેવાયા.
🔹1983 કર્ણાટકે નવો પંચાયત ધારો પસાર કર્યો, જે 14-8-1985 થી અમલમાં આવ્યો.
🔹1986 ડો. એલ. એમ સિંધવીની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ, સમિતિએ પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી.
🔹1986 સિંધવી સમિતિની ભલામણ મુજબ 10 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી રાજીવગાંધીએ 64મો બંધારણીય સુધારો લોકસભામાં પસાર કરાવ્યો.
🔹1988 બંધારણીય સુધારવાની વિચારણા માટે પી કે થંગનની અધ્યક્ષતામાં પેટા સમિતિની રચના કરાઈ. પંચાયતી રાજ અંગેનો રાજીવ ગાંધી સરકારે પસાર કરાવેલો 64મો સુધારો રાજ્યસભાએ 15 ઓક્ટોબરના રોજ નામંજૂર કર્યો.
🔹1990 પ્રધાનમંત્રી વી.પી. સિંહની જનતાદળ સરકારે 72 મો સુધારો વિધેયક 7 સપ્ટેમબરના રોજ સંસદમાં રજૂ કર્યું
🔹1991 શ્રી પી.વી. નરસિંહરાવ સરકારે 72મો સુધારો વિધેયક અને 73મો સુધારક વિધેયક સંસદમાં રજૂ કર્યુ.
🔹1993 પંચાયતો માટેનો 73મો સુધારો 24 એપ્રિલથી અને નગરપાલિકાઓ માટેનો 74મો બંધારણીય સુધારો 1 લી જૂનથી અમલમાં આવ્યો.
પંચાયતી રાજ અંગેના વિવિધ નેતાઓનાં મંતવ્યો અને સમિતિઓ
🔹1909માં કોંગ્રેસની લાહોર બેઠકમાં ઠરાવ નેતાઓનાં મંતવ્યો અને સમિતિઓ “કોંગ્રેસ આતુરતાપૂર્વક આશા રાખે છે કે ગ્રામ પંચાયતથી માંડી ઉપરના સ્તર સુધીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ચૂંટેલી હોય અને તેને પૂરતી નાણાકીય મદદથી ટેકો આપવા માટે સરકાર વહેલાસર પગલા લેશે”
🔹1915માં ગાંધીજી દ. આફ્રિકાથી પરત આવ્યા તેના બીજા વર્ષ 1916માં પંચાયતી રાજ અંગે ભવિષ્યવાણી જેવા શબ્દો ઉચ્ચાર્યો હતા : “ગામડાથી સ્વચ્છતા વગેરે પ્રશ્નો ઘણા સમય પહેલાં ઉકેલી શક્યા હોતે, ગ્રામ પંચાયતો હવે વિશિષ્ટ રીતે જાગૃતબળ બની રહેશે અને ભારત લગભગ તેની જરૂરિયાત મુજબનું સ્વશાસન ભોગવતું થઈ જશે.”
🔹જૂન 1942માં ગાંધીજીએ અમેરિકન પત્રકાર શ્રી લુઈ ફીશરને ભારતમાં દિલ્હી, મુંબઈ અને કલકત્તા જેવા સ્થળોએ રહેતી સત્તાને ભારતનાં સાત લાખ ગામડામાં વહેચી દેવાની વાત કરી હતા.
પંચાયતો અંગે વિનોબા ભાવેએ 1954માં પંચમુખી કાર્યક્રમ આપ્યો.
🔹 દરેક પંચાયત ગ્રામજનોને નવા વિચાર દેશ અને દુનિયાથી વાદેફ રાખવા અભ્યાસવર્તુળની રચના કરે.
🔹 અભ્યાસવર્તુળમાં ગાંધી વિચાર અને સર્વોદય સાહિત્યને પ્રાધાન્ય અપાય.
🔹 ઉત્પાદન વધારવાના કામને પંચાયતોએ પોતાની પ્રાથમિક જવાબદારી ગણવી, ઉત્પાદન વધારી ગામડામાંથી બેકારી દૂર કરીન ગામનાલોકોને વિકાસકાર્યમાં સામેલ કરવા.
🔹 પંચાયતોએ પોતાના વિસ્તારમાં કોઈ વ્યક્તિ બેકાર કે ભૂખી ન રહે તે જવાબદારી નિભાવવી.
🔹 બધા જ ઉત્પાદન માટે જમીન અનિવાર્ય હોવાથી ગામની જમીન તમામને વહેચી દેવી જોઈએ, જમીનની માલિકી ગામની હોવી જોઈએ અને જમીન વિનાનો કોઈ રહેવો જોઈએ નહિ.
🔹 પંચાયતની ખરી સત્તા લોકોનો ટેકો હોવાથી પંચાયતે લોકોની ઈચ્છાને અનુસરવું જોઈએ અને તેના નિયંત્રણ રહેવું જોઈએ.
🔹 સરકારી માન્યતાની તેણે દરકાર રાખવી જોઈએ નહિ. લોકોએ પોતાના બળ પર આધાર રાખીને આગળ વધવું જોઈએ.