NHAI દ્વારા ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો.
- National Highways Authority of India (NHAI) દ્વારા સમગ્ર દેશમાં તમામ ટોલ ટેક્સના દરોમાં સરેરાશ 5%નો વધારો કરવામાં આવ્યો.
- 1 એપ્રિલથી ટોલ ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સામાન્ય ચૂંટણીના કારણે નવા દરો લાગુ કરવામાં આવ્યા ન હતા જે હવે લાગુ કરવામાં આવશે.
- ટોલ ટેક્સમાં આ ફેરફાર વાર્ષિક Wholesale Price Index (CPI) પર આધારિત છે, જે ટોલ હાઈવે યુઝર ફીને અસર કરે છે.
- જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સના દરોમાં વધારો કરવામાં આવે છે.
- સામાન્ય રીતે ટોલ ટેક્સ દર વર્ષે 1 એપ્રિલથી બદલાય છે.
- દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 1,32,499 કિલોમીટર છે.
- સમગ્ર નેશનલ હાઈવે નેટવર્કમાં અંદાજે 855 ટોલ પ્લાઝા છે.
- લગભગ 675 ટોલ પ્લાઝા જાહેરમાં ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને 180 કન્સેશનર દ્વારા સંચાલિત છે.
- નાણાકીય વર્ષ 2023-24માં (નવેમ્બર 2023 સુધીમાં) ટોલ કલેક્શન રૂ. 50,000 કરોડ રહ્યું હતુ.
Category: Current Affairs Detailed in Gujarati