જિલ્લા પંચાયતની રચના
- ચાર લાખ સુધીની વસતિ ધરાવતા જિલ્લામાં જિલ્લા પંચાયત 17 સભ્યોની બનેલી રહેશે અને ચાર લાખથી વધુ વસતિવાળા જિલ્લામાં દર લાખે કે તેના ભાગ માટે બે બેઠકોનો વધારો કરવાનો રહેશે.
- જિલ્લા પંચાયતના સદસ્યોની ચૂંટણી જિલ્લાના લાયકાત ધરાવતા મતદારો દ્વારા સીધી ચૂંટણી દ્વારા થાય છે.
- જિલ્લા પંચાયતના સદસ્યોની ચૂંટણી જિલ્લાના લાયકાત ધરાવતા મતદારો દ્વારા સીધી ચૂંટણી દ્વારા થાય છે. જિલ્લા અથવા તેના કોઈ પણ ભાગમાંના કોઈપણ મતદાર મંડળમાંથી ચૂંડાયેલા ગુજરાત વિધાનસભાના સભ્યો જિલ્લા પંચાયતમાં કાયમી આમંત્રિત સભ્યો ગણાશે, પરંતુ તેમને મતાધિકારનો હક્ક રહેશે નહીં.
- જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા, અનામત ઉમેદવારો માટેની બેઠકો નક્કી કરવાનો અધિકાર વિકાસ કમિશનરને છે.
જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી
- સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોનાં નામો પ્રસિદ્ધ થયાની તારીખથી ચાર અઠવાડિયામાં વિકાસ કમિશનરને જે તારીખ નક્કી કરે તે તારીખે જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક મળશે.
- જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ નક્કી કરવાનો અધિકાર જેને નિયુક્ત કરે તે અધિકારી પ્રથમ બેઠકના અધ્યક્ષ સ્થાને રહેશે.
- પ્રથમ બેઠકમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
- આ અધિનિયમ હેઠળ જો બે ઉમેદવારના સરખા મતો પડે તો અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીની હાજરીમાં ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવામાં આવે છે.
- ચૂંટણી અંગેના વિવાદ માટે નિર્ણય જાહેર થયાના ત્રીસ દિવસમાં અપીલ કરવાની હોય છે.
- સભ્યો, ઉપપ્રમુખ અને પ્રમુખની હોદ્દાની મુદ્દત :
– જિલ્લા પંચાયતના સભ્યો, ઉપપ્રમુખ અને પ્રમુખના હોદ્દાની મુદત જિલ્લા પંચાયતના જેટલી જે એટલે કે પાંચ વર્ષની હોય છે. - જિલ્લા પંચાયતનું મુખ્ય મથક :
– જિલ્લા પંચાયતનું મુખ્ય મથક રાજ્ય સરકાર હુકમ કરીને ઠરાવે તે સ્થળે રહેશે. - જિલ્લા પંચાયતનાં કાર્યો:
– જિલ્લા પંચાયત નીચેનાં કાર્યોક્ષેત્રોમાં વિભિન્ન કામગીરી કરે છે. - સ્વાસ્થ સફાઈ :
– પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલો સ્થાપવી અને ચલાવવી
– કુટુંબ નિયોજન
– નર્સે દાયણોને તાલીમ - બાંધકામ
- જેલ્લા કક્ષાના માર્ગો, પુલો, નાળાં બાંધવા.
- આવા રસ્તા પર વૃક્ષારોપણ કરાવવું.
બાંધકામ
-જેલ્લા કક્ષાના માર્ગો, પુલો, નાળાં બાંધવા.
- આવા રસ્તા પર વૃક્ષારોપણ કરાવવું.
શિક્ષણ, સમાજ શિક્ષણ
- પ્રાથમિક શિક્ષણનું નિયંત્રણ, નિરીક્ષણ અને સંચાલન.
- આશ્રમશાળાઓની સ્થાપના
- પ્રાથમિક શાળાઓના શિક્ષણ કાર્ય પર દેખરેખ
- પુસ્તકાલયો પ્રોત્સાહન.
- પ્રોઢ શિક્ષણ સમાજશિક્ષણનાં કેન્દ્રો ચલાવવાં.
કૃષિ અને સિંચાઈ
- ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બાંધવાં ચલાવવાં.
- જમીન સુધારણા અને સંરક્ષણ
- લધુ સિંચાઈ યોજના કરવી અને જાળવવી.
પશુસંવર્ધન :
- પશુ દવાખાનાં સ્થાપવાં.
- કૃત્રિમ વીર્યદાન કેન્દ્ર સ્થાપવાં.
- ડેરી વિકાસ
કુટિર અને લધુ ઉદ્યોગ :
- કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન
- ગ્રામીણ કારીગરને વ્યાવસાયિક તાલીમ
- ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સ્થાપવી
સમાજ કલ્યાણ – સમાજ સુરક્ષા :
- સમાજના નબળા વર્ગો માટે છાત્રાલયો સ્થાપવાં.
- અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે કામ કરતી સંસ્થાઓને પ્રોત્સાહન
જિલ્લા પંચાયતની સત્તાઓ
(1) કરવેરા નાંખી શકે છે.
(2) તાલુકા પંચાયતના બજેટની ચકાસણી કરીને ભલામણ કરી શકે છે.
(૩) જિલ્લા પંચાયત પોતાનું બજેટ મંજૂર કરવાની સત્તા ધરાવે છે.
(4) તાબાની પંચાયતોને લોન આપી શકે છે.
(5) ગ્રામ પંચાયતો માટે પેટા નિયમો ઘડી શકે છે.
(6) જમીન, મહેસૂલ અધિનિયમ, અંગર્ગત ગામમાં ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવાની મંજૂરી આપી શકે છે.
(7) જિલ્લાની સહકારી મંડળીઓની નોંધણી કરવી કે તેના પેટા નિયમોને મંજૂરી આપવાની સત્તા ધરાવે છે.
(8) ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં જરૂર કરતાં વધારે કર્મચારીઓ હોય તો મહેકમ ધટાડવા આદેશ આપી શકે છે.
(9) તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજૂર કરવાની સત્તા આદેશ ધરાવે છે.
(10) તાલુકા પંચાયતમાં તાકીદના પ્રસંગ ખર્ચ મંજૂર કરવાની સત્તા ધરાવે છે.
જિલ્લા પંચાયતના પ્રમુખનાં કાર્યો અને સત્તાઓ
- જિલ્લા પંચાયતની બેઠકો બોલાવવી, અધ્યક્ષસ્થાન લેવું અને સંચાલન કરવું.
- પંચાયતનાં દફતરો તપાસી શકશે.
- પંચાયત અધિનિયમ હેઠળ સોંપાયેલ તમામ સત્તાઓ અને ફરજો બજાવવી.
- પંચાયતની આર્થિક અને કારોબારી વહીવટ પર દેખરેખ રાખવી.
- પંચાયત કે સમિતિના નિર્ણયોના અમલ કરાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી પર દેખરેખ રાખવી.
- કોઈપણ તાકીદનું કામ શરૂ કરવા, બંધ રાખવા કે મોકૂફ રાખવાનો અધિકાર છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનાં કાર્યો અને સત્તાઓ
(1) પ્રમુખની ગેરહાજરીમાં પંચાયતની બેઠકોનું અધ્યક્ષસ્થાન લેવું.
(2) પ્રમુખની ગેરહાજરીમાં પ્રમુખ તરીકેની સત્તાઓ અને ફરજો અદા કરવી.
(૩) પંચાયત અધિનિયમ અંતર્ગત પ્રમુખ જે કાર્યો કે સત્તાઓ લેખિતમાં સોંપે તે અદા કરવી.
પ્રમુખ કે ઉપપ્રમુખ પર અવિશ્વાસ પ્રસ્તાવ
- જિલ્લા પંચાયતનો કોઈપણ સદસ્ય પ્રમુખ કે ઉપપ્રમુખ વિરુદ્ધ નિયત નમૂનામાં ઠરાવવ્યા મુજબ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકશે.
- દરખાસ્ત માટે કુલ સભ્યોના પચાસ ટકા સભ્યોને ટેકો જરૂરી છે.
- આ કામગીરી માટે બોલાવેલ બેઠકમાં પ્રમુખ કે ઉપપ્રમુખ અધ્યક્ષસ્થાને રહી શકશે નહીં, જો કે તેમને બોલાવવાનો કે મત આપવાનો અધિકાર રહેશે.
- અવિશ્વાસ પ્રસ્તાવ મળ્યાની તારીખથી પંદર દિવસની અંદર બેઠક બોલાવવાની રહેશે.
- જો પ્રમુખ આવી બેઠક બોલાવવામાં નિષ્ફળ થાય તો જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનરને રિપોર્ટ કરશે,
- આવા રિપોર્ટ મળ્યાની તારીખથી 15 દિવસમાં બેઠક બોલાવવાની રહેશે.
સભ્યો, ઉપપ્રમુખ અને પ્રમુખ રાજીનામું
- પંચાયતનો કોઈ સભ્ય પ્રમુખને રાજીનામું આપીને હોદ્દા પરથી છૂટો થઈ શકશે.
- પ્રમુખને રાજીનામું મળ્યાની તારીખથી અમલમાં આવશે.
- ઉપપ્રમુખ પંચાયતને લેખિતમાં રાજીનામું આપીને હોદ્દા પરથી છૂટો થઈ શકશે, પરંતુ પંચાયત તેને મંજૂર ન કરે ત્યાં સુધી અમલમાં આવશેનહીં.
- જિલ્લા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું વિકાસ કમિશનરને આપે છે.
- રાજીનામા અંગેની તકરાર માટે તારીખથી ત્રીસ દિવસની અંદર પંચાયત સચિવને લેખિતમાં રજૂઆત કરવાની રહેશે.
પંચાયતના સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા બાબત
- પંચાયતનો કોઈ સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખને ફરજ અદા કરવામાં નિષ્ફળ નીવડે, સત્તાનો દુરુપયોગ કરે તો યોગ્ય કાર્યવાહી કરીને વિકાસ કમિશનર તેમને હોદા પરથી દૂર કરી શકશે.
જિલ્લા પંચાયતોની બેઠકો
- જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક દર ત્રણ માસે ભરવી પડે.
- જો પંચાયતના 1/3 સભ્યો લેખિત વિનંતી કરે તો જિલ્લા પંચાયતની બેઠક ગમે ત્યારે બોલાવી શકાશે.
જિલ્લા પંચાયતની સમિતિઓ
- જિલ્લા પંચાયતની સમિતિઓ ઉલ્લેખ “પંચાયતની સમિતિઓ’ પ્રકરણમાં કરેલ છે.
જિલ્લા ફંડ
- દરેક જિલ્લા એક ફંડ રહેશે જે જિલ્લા ફંડના નામે ઓળખાશે, જેમા નીચેની રકમો જમા કરાય છે.
- કર અને ફીની આવક
- રાજ્ય સરકારે આપેલ ફાળાની રકમો
- રાજ્ય સરકારે આપેલ ફાળાની રકમો
- રાજ્ય સરકારે પાસેથે લીધેલ લોન
- જિલ્લા પંચાયતને મળેલ મિલકતમાંથી થતી આવક કે ઊપજ
જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ
- દરેક જિલ્લા પંચાયતમાં “જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ’ સ્થાપવામાં આવશે.
- જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તરફથી કુટુંબ ક્લ્યાણના કાર્યક્રમ સરકાર તરફથી કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવકનો સમાવેશ થાય છે.
- આ ફંડનો ઉપયોગ જિલ્લા કુટુંબ કલ્યાણ કાર્યક્રમ માટે કરવાનો રહેશે. & વધારાના ફંડનો ઉપયોગ ઠરાવ કરીને તેનું રોકાણ કરી શકાશે.
જિલ્લા વિકાસ અધિકારી
- દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત માટે એક સેક્રેટરી રહેશે.
- પંચાયત હેઠળ મુકાયેલ જિલ્લા વિકાસ અધિકારી હોદ્દાની રૂએ જિલ્લા પંચાયતના સેક્રેટરી તરીકે ફરજ બજાવશે.
જિલ્લા વિકાસ અધિકારીની ફરજો અને કાર્યો
- અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી પર દેખરેખ રાખવી.
- જિલ્લા પંચાયતની દરેક કર્મચારીઓની કામગીરી પર દેખરેખ રાખવી.
- પંચાયત તેમજ સમિતિઓ અંગેના પત્રકો, કાગળો, દસ્તાવેજો કસ્ટડીમાં રાખશે.
- હિસાબની બાબતમાં દફતરો પર દેખરેખ અને નિયંત્રણ રાખશે.
- પંચાયતની સઘળી વિકાસ યોજનાઓના ત્વરિત અમલ માટે જરૂરી પગલાં લેવાં.
- જિલ્લાં પંચાયતની બેઠકો માટેની નોટીસ અને એજંડા તૈયાર કરવો.
- જિલ્લા પંચાયતના સેક્રેટરી તરીકે ફરજો બજાવવી.
જિલ્લા વિકાસ અધિકારીની સત્તાઓ
- જિલ્લા પંચાયત કે કોઈપણ સમિતિની બેઠકમાં હાજર રહેવાનો.
- પંચાયતના અધિકારી પાસેથી ખુલાસો માંગવાનો અધિકાર.
- પંચાયતના કર્મચારીની રજા મંજૂર કરવાની સત્તા.
- અધિકારીની નિમણૂંક કરવાની સત્તા.
- તાબા હેઠળના કર્મચારીઓના ગુપ્ત કરવાની સત્તા.
- પંચાયત સમિતિના ફંડમાંથી નાણા ઉપાડવા અને ખર્ચવાનો અધિકાર.
- તાલુકા પંચાયતની પ્રથમ બેંકની તારીખ નક્કી કરવાનો અધિકાર.
- તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં અધ્યક્ષસ્થાન નક્કી કરવાનો અધિકાર.
- ફરજમાં કસૂર બદ્ધ તાલુકા પંચાયતના પદ પર દૂર કરવાનો અધિકાર, તાલુકા પંચાયતના પ્રમુખ હોદ્દા પરથી દૂર કરવાનો અધિકાર.