ICICI બેંક દ્વારા Non-Resident Indian (NRI) ગ્રાહકો માટે UPI ની સુવિધા શરૂ કરવામાં આવી.
- આ સુવિધા દ્વારા ICICI બેંકના NRI ગ્રાહકો હવે ભારતમાં Unified Payments Interface (UPI) પેમેન્ટ માટે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે.
- NRI ગ્રાહકો યુપીઆઈ દ્વારા મર્ચન્ટ અને ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે.
- NRI ગ્રાહકો બેંકના NRE ખાતા અને NRO ખાતામાં નોંધાયેલ આંતરરાષ્ટ્રીય બેંક નંબરનો ઉપયોગ કરી શકશે.
- બેંકે દ્વારા મોબાઈલ એપ iMobile Pay દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
- અગાઉ NRI ગ્રાહકોએ ભારતીય મોબાઇલ નંબર પર UPI ચૂકવણી માટે નોંધણી કરાવવી પડતી હતી.
- ICICI બેંક દ્વારા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ 10 દેશોમાં સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે જેમાં અમેરિકા, બ્રિટન, યુએઈ, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે.
Category: Current Affairs Detailed in Gujarati