ગ્રામસભા વિશે તમામ માહિતી ગુજરાતીમાં

ગ્રામસભા

  • ગ્રામસભા એ પંચાયતી રાજ સંસ્થાઓનું બુનિયાદી એકમ છે.
  • સૌરાષ્ટ્ર રાજ્યમાં પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર ગ્રામસભાને પંચાયતી રાજની ગંગોત્રી તરીકે ઓળખાવી છે.
  • “ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા ગૃહ જેવો સંબંધ હોવો જોઈએ” – જયપ્રકાશ નારાયણ.
  • બંધારણની કલમ 243(ખ)માં “ગ્રામસભા એટલે ગ્રામ્યસ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિઓનું બનેલું મંડળ.”
  • મતદારયાદીમાં નામ ધરાવનાર પ્રત્યેક સભ્ય ગ્રામસભાનો સભ્ય છે.
  • સરપંચ ગ્રામસભામાં અધ્યક્ષસ્થાને, તેની ગેરહાજરીમાં ઉપસરપંચ અને બંન્નેની ગેરહાજરીમાં ગ્રામસભાનો કોઈ સદસ્ય અધ્યક્ષ બની શકશે.
  • તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતે અધીકૃત કરેલ અધિકારી ગ્રામસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે,
  • બોલવાનો અધિકાર ધરાવશે, પરંતુ તેમને મતનો હક્ક નહીં હોય.
  • ગ્રામસભાની પ્રથમ સભા એપ્રિલની પહેલી તારીખથી બે માસમાં ભરવાની રહેશે.
  • ગ્રામસભાની સૂચના સાત દિવસ અગાઈ, જો ખાસ ગ્રામસભા હોય તો ત્રણ દિવસ અગાઉ આપવી. સભાના આગળના દિવસે દાંટી પીટીને જાણ કરવી.
  • ગ્રામસભામાં હિસાબોનું વાર્ષિક પત્રક, પાછલા હિસાબી વર્ષના હહીવટનો રિપોર્ટ, ચાલુ વર્ષનાં વિકાસ કાર્યો, છેલ્લી
  • ઓડિટની નોંધ તેમજ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે ફરમાવે તે રજું કરવાનું રહેશે.
  • ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા માટે હાલમાં પહેલી મે, 15 ઓગસ્ટ, 2જી ઓક્ટોબર અને 26 જાન્યુઆરી એમ ચાર વખત ગ્રામસભા બોલાવવાનો સરકારનો તા. 11 7 2001નો પરિપત્ર કરાવ્યો છે. ગ્રામસભામાં કોરમ માટે મતદારોના 1/10 સભ્યો અથવા 50 સભ્યો બેમાંથી જે ઓછા હોય તેનાથી ફોરમ થાય.

ગ્રામ પંચાયતના સરપંચની ફરજો અને સત્તાઓ :

  • ગુજરાત પંચાયત અધિનિયમમાં સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતનાં પ્રમુખની ફરજો અને કાર્યોની જોગવાઈ કરેલ છે.
  • તાલુકા પંચાયતમાં નાણાકીય અને હિસાબી કામગીરી તાલુકા વિકાસ અધિકારી અને નાયબ હિસાબનીશ સંભાળે છે, જિલ્લા વિકાસ અધિકારી અને હિસાબી અધિકારી સંભાળે છે,

નાણાકીય અને હિસાબોને લગતી ફરજો

(1) પંચાયત ફંડની કાળજી લેવી અને તેની અભિરક્ષા કરવી.
(2) રિફંડ આપવા સહિત પંચાયતના ફંડનો વહીવટ કરવો.
(૩) ચેકથી નાણા ઉપાડવા પંચાયતના કુંદનો વહીવટ કરવો.
(4) દર માસે મંત્રીના સિલકના હિસાબો ચકાસવા, રજિસ્ટરમાં નોંધ કરવી અને તેનો વિગરવાર અહેવાલ તાલુકા પંચાયતને મોકલી આપવો.
(5) પંચાયતે લીધેલ લોનના હપ્તા સમયસર ભરાય તેની કાળજી રાખવી.
(6) જિલ્લા વિકાસ નિધિનો ફાળો નિયમિત રીતે જિલ્લા પંચાયતને મોકલાય તે જોવું.
(7) પંચાયતનું અંદાજપત્ર નવેમ્બર માસમાં તૈયાર કરાવવું અને 15 ડિસેમ્બર સુધીમાં તાલુકાને મોકલવાની સૂચના પંચાયત મંત્રીને આપવી અને પરત આવ્યા પછી 31 માર્ચ સુધીમાં પંચાયતની સભામાં મંજૂર કરાવ્યા પછી જ ખર્ચ કરવો.
(8) વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરીને મોકલાય છે તે જોવું.
(9) ઢોર પૂરવાના ડબાનો હિસાબ ઓછામાં ઓછા ત્રણ માસે એકવાર તપાસવો અને તેમ કર્યાની સહી કરવી. (10) કોઈપણ પ્રસંગે રૂ. 50 સુધીનો આસ્મિક ખર્ચ કરવો,

અન્ય ફરજો અને કાર્યો

(1) પંચાયતની બેઠકનું પ્રમુખ સ્થાન લેવું અને બેઠકનું સંચાલન કરવું.
(2) પંચાયતની સભા દર માસે ઓછામાં ઓછી એકવાર બોલાવવી. (૩) પંચાયતના બધા કર્મચારીઓ અને સેવકોના કામ પર નિયંત્રણ રાખવું.
(4) પંચાયતની સમિતિનોની કામગીરી પર દેખરેખ રાખવી.
(5) ગામસભા નિયમિત રીતે યોગ્ય સમયે ભરાય તેની કાળજી રાખવી.
(6) પંચાયતની કાર્યવાહીની નકલ અને સભાની તારીખ તાલુકા પંચાયતે યોગ્ય સમયમાં પહોંચની થાય તેમ પંચાયત મંત્રીને સૂચના આપવી અને તેનો અમલ કરાવવો.
(7) ગામસભમાં અધ્યક્ષ સ્થાને લેવું અને ગામસભાની બેઠકમાં નિયત પ્રમાણેની કાર્યવાહી થાય તે જોવું.
(8) પંચાયતની મિલકતની દેખભાળ મંત્રી પાસે રખાવવી.
(9) તાલુકા, જિલ્લા પંચાયતમાં આવતા પરિપત્રો લેવા અને તેની સમજ સભ્યોને આપવી અને મંત્રી પાસે તેનો અમલ કરાવવો.
(10) મંત્રી પાસે ઓડિટ નોંધવા જવાબો તૈયાર કરાવવા, પંચાયત સમક્ષ રજૂ કરવા અને મંજૂર થયે તેના જવાબો નિયમિત સમયમાં તાલુકા પંચાયતમાં મોકલયા તે માટે મંત્રીને સૂચના આપવી.
(11) જરૂરી પત્રકોના રેકોર્ટ મંત્રી પાસે તૈયાર કરાવવા.

સરપંચની સત્તાઓ :

  • કોઈની સંમતિ કે મંજૂરી મેળવ્યા વગર એક વખતે રૂ. 50નો ખર્ચ કરી શકે છે.
  • પંચાયત મંત્રીની પરચૂરણ રજા મંજૂર કરી શકે છે.
  • પંચાયતના સભ્યનું રાજીનામું મંજૂર કરી શકે છે.
  • પંચાયત મંત્રીની કામગીરીની સમીક્ષા અંગેનો ખાનગી અહેવાલ લખી શકે છે.
  • ચેક પર સહી કરવાનો અધિકાર ધરાવે છે.
  • ગ્રામ પંચાયત અને ગ્રામસભામાં બેઠકનું પ્રમુખસ્થાન સંભાળે શકે છે.
  • પંચાયતની મિટિંગમાં સરખા મત પડે તો સરપંચ ઠરાવમાં તેનો નિર્ણાયક મત આપી શકે છે.
  • મહેસૂલી રેકર્ડ હક્ક પત્રક નમૂનામાં નંબર – 6 માં નોંધ નીચે સહી કરી શકે છે.
  • પંચાયતના બારીદારની જંગમ મિલકત ટાંચમાં લેવાનો પોતાની સહીથી હુકમ કરી શકે છે.

Leave a Comment