DRDO દ્વારા સ્વદેશી એસોલ્ટ રાઈફલ ‘ઉગ્રામ’ લોન્ચ કરવામાં આવી.

DRDO દ્વારા સ્વદેશી એસોલ્ટ રાઈફલ ‘ઉગ્રામ’ લોન્ચ કરવામાં આવી.

Feature Image

  • ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને એક ખાનગી કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસિત એસોલ્ટ રાઈફલ ‘ઉગ્રામ’ લોન્ચ કરવામાં આવી.
  • તે DRDOની પુણે સ્થિત પ્રયોગશાળા આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) માં બનાવવામાં આવી છે.
  • આ રાયફલ DRDOની પુણે સ્થિત લેબ આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) એ હૈદરાબાદ સ્થિત દ્વિપા આર્મર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે મળીને વિકસાવવામાં આવી છે જે 7.62 x 51 mm ની કેલિબરની છે.
  • આ રાઈફલની અસરકારક રેન્જ 500 મીટર છે અને તેનું વજન ચાર કિલોગ્રામથી ઓછું છે.
  • રાઈફલના પ્રથમ ઓપરેશનલ પ્રોટોટાઈપનું નામ ‘ઉગ્રામ’ રાખવામાં આવ્યું છે.
  • આ રાઈફલમાં 20 રાઉન્ડ મેગેઝિન છે જે સિંગલ અને ફુલ ઓટો મોડમાં ફાયર કરે છે.
  • અગાઉ ડિસેમ્બરમાં, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા ભારતીય સશસ્ત્ર દળો માટે 7.62 x 51 mm કેલિબરની 70 હજાર યુએસ નિર્મિત સિગ સોઅર એસોલ્ટ રાઇફલ્સની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી.
  • અગાઉ 2020 ની શરૂઆતમાં, 800 કરોડ રૂપિયાથી વધુની કિંમતે 72 હજાર અમેરિકન સિગ સોઅર એસોલ્ટ રાઇફલ્સ ખરીદવામાં આવી હતી.
  • આ રાઈફલને ભારતીય સેનાના જનરલ સ્ટાફ ક્વોલિટેટીવ રિક્વાયરમેન્ટ્સ (GSQR)ના આધારે તૈયાર કરવામાં આવી છે.

Category: Current Affairs Detailed in Gujarati