DRDO દ્વારા ભારતીય નૌકાદળ માટે SMART મિસાઈલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
- આ પરીક્ષણ ઓડિશાના બાલાસોરના દરિયાકિનારે ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી કરવામાં આવ્યું.
- આ મિસાઈલ સિસ્ટમ Defence Research and Development Organisation (DRDO) દ્વારા બનાવવામાં આવી છે.
- SMART મિસાઈલને યુદ્ધ જહાજો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોન્ચ કરી શકાય છે.
- તે ટુ-સ્ટેપ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર સિસ્ટમ અને નેવિગેશન સિસ્ટમથી પણ સજ્જ છે.
- SMART મિસાઈલની મહત્તમ રેન્જ 650 કિલોમીટર છે.
- તે ટોર્પિડોની સાથે પેરાશૂટ ડિલિવરી સિસ્ટમ પણ લઈ જઈ શકે છે.
- આ મિસાઈલ સિસ્ટમને S-400 જેવા ડબ્બામાં રાખવામાં આવી છે.
- ટોર્પિડો મિસાઇલનું સંસ્કરણ છે, જે સબમરીનમાંથી છોડવામાં આવે છે.
- આ ટોર્પિડો તેના લક્ષ્યની રેન્જમાં આવતાની સાથે જ ધડાકા સાથે વિસ્ફોટ કરે છે.
Category: Current Affairs Detailed in Gujarati