ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા કોણે શરૂ કર્યા હતા ? : ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા હિન્દ યુનાનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા.
હિન્દ-યુનાની સિક્કા વિશે
હિન્દ-યુનાની એ ભારતમાં આવનાર સૌપ્રથમ વિદેશીઓ હતા. તેમણે ઇ.સ પૂર્વેની 2જી સદીમાં હિન્દુકુશ પર્વતને પાર કરીને પશ્ચિમોતર ભારતના વિશાળ ક્ષેત્રને પોતાના નિયંત્રણમાં લીધું.
તેમનો શાસનકાળ ઇ.સ પૂર્વેની 2જી સદીથી ઇ.સ 10મી સદી સુધીનો હતો. હિન્દ યુનાની સિક્કાઓ પર શરૂઆતમાં યુનાની (ગ્રીક) દેવી-દેવતાઓની અને આગળ જતાં ભારતીય દેવ-દેવતાઓની આકૃતિ જોવા મળે છે.
આ સિક્કાઓ પર રાજાનું ચિત્ર, તેમના સંબધિત માહિતી ઉપરાત સિક્કા ચલણમાં આવ્યાનું વર્ષ વગેરે જેવી માહિતી અંકિત કરવામાં આવતી.
હિન્દુ-યુનાની સિક્કાઓમાં સામેની બાજુએ યુનાની ભાષા અને પાછળની બાજુએ પાલી ભાષા (ખરોષ્ડિ લિપિ) નો ઉપયોગ થતો.
સિક્કાનો ઇતિહાસ
- વૈદિક ગ્રંથોમાં ‘નિષ્ક’ અને ‘શતનામ’ શબ્દ સિક્કા નામ તરીકે પ્રચલિત હતા.
- ધાતુના સૌપ્રથમ સિક્કા ગૌતમ બુદ્ધના સમયમાં ચલણમાં આવ્યા, જે ‘પંચમાર્ક’ કે ‘આહત સિક્કા’ તરીકે ઓળખાયા.
- સિક્કાનો સૌપ્રથમ ઉપયોગ ચીન (ઇ.સ પૂર્વેની 7મી સદી) માં શરૂ થયો હતો.
- ભારતમાં સિક્કાનું પ્રચનલ ઇ.સ પૂર્વેની 5મી સદીમાં શરૂ થયું હોવાના પ્રમાણ મળી આવે છે. શરૂઆતમાં સિક્કા હાથથી બનાવવામાં આવતા હતા તથા તે કોઈ પ્રમાણિત આકાર કે ડિઝાઇન ધરાવતા નહોતા.