Indian Classical Languages : સાહિત્ય અકાદમી દ્વારા ભારતની પ્રાચીનતમ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે મુજબ હાલમાં 6 ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત છે.
6 શાસ્ત્રીય ભાષાઓ : તમિલ (2004), સંસ્કૃત (2005), તેલુગુ (2008), કન્નડ (2008), મલયાલમ (2013), ઉડિયા (2014)
ઇ.સ 2004માં સૌપ્રથમ તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાયો તથા સૌથી છેલ્લે ઇ.સ 2014માં ઉડિયા ભાષાને આ દરજ્જો અપાયો.
શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવવાની શરતો
1). તે ભાષા ઓછામાં ઓછી 1500 વર્ષ જૂની હોય તથા તેને લગતું સાહિત્ય પણ પ્રાચીન હોય.
2). 1500 થી 2000 વર્ષ જૂના ગ્રંથોમાં આ ભાષાઓનો ઇતિહાસ લખાયેલો હોય તથા ભાષાગત રીતે તેની સારસંભાળ લેવાઈ હોય અને કોઈ અન્ય ભાષા સમુદાય પાસેથી ઉધાર લેવામાં આવી ન હોય.
ભાષા વિષે યાદ રાખો :
1). ભારતની કોઈ રાષ્ટ્રભાષા (National Language) નથી.
2). હિન્દી એ ભારતની રાજભાષા છે, પરંતુ તેને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો નથી.
3). બંધારણની 8મી અનુસૂચિમાં અંગ્રેજી, રાજસ્થાની અને ભોજપૂરી ભાષાનો સમાવેશ થતો નથી.
4). રાજયોએ, બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત 22 ભાષાઓમાંથી કોઈ એકને રાજયભાષા તરીકે સ્વીકારવી તેવું ફરજિયાત નથી, રાજયો અન્ય ભાષાને પણ રાજયભાષા તરીકે માન્યતા આપી શકે છે. (ઉ.દા. નાગાલેન્ડ અને મેઘાલયની રાજભાષા અંગ્રેજી છે.)
5). ત્રિપુરાએ કોકબોરોક ભાષાને રાજય ભાષા તરીકે માન્યતા આપી છે.
બંધારણની 8મી અનુસૂચિમાં માન્યતા પ્રાપ્ત 22 ભાષાઓ
1). અસમિયા
2). બંગાળી
3). ગુજરાતી
4). હિન્દી
5). કન્નડ
6). કાશ્મીરી
7). કોંકણી
8). મલયાલમ
9). મણિપુરી
10). મરાઠી
11). નેપાળી
12). મૈથિલી
13). ઉડિયા
14). પંજાબી
15). સંસ્કૃત
16). સિંધી
17). તમિલ
18). તેલુગુ
19). ઉર્દુ
20). ડોંગરી
21). બોડો
22). સંથાલી