આર્થિક રીતે પછાત (EWS) હોવાનું પ્રમાણપત્ર કાઢવાવ માટે પુરાવા | ews certificate mate document

ews certificate mate document : અહીં આર્થિક રીતે પછાત (EWS) હોવાનું પ્રમાણ પત્ર કઢાવવા માટે જરૂરી પુરાવાની યાદી આપવામાં આવી છે. જો તમારે આર્થિક રીતે પછાત (EWS) કઢાવવું છે તો તેના માટે નીચે મુજબના પ્રમાણપત્રની જરૂર પડશે. તમામ સરકારી યોજના માટે જરૂરી પુરાવાની યાદી અમારા એપ પર મળી શકશે.

EWS Certificate mate Document

  • વિધાર્થીનો 1 ફોટો
  • વિધાર્થીનું આધાર કાર્ડ
  • વિધાર્થીનું શાળા છોડયાનું પ્રમાણપત્ર (અસલ)
  • વિધાર્થીના પિતાનું આધાર કાર્ડ
  • અરજદારના પિતાનું એલ.સી (અસલ)
  • લાઇટબિલ/વેરાબિલ
  • રેશનકાર્ડ
  • આવકના દાખલો (મામલતદારનો)
  • અરજદારના પિતાનું સોગંધનામું
  • બિન અનામતનો દાખલો
  • છેલ્લા 3 વર્ષનું આઈ.ટી. રિટર્ન્સ
  • (દરેક પુરાવામાં જ્યાં નકલની જરૂર છે ત્યાં નોટરીના સિક્કા મરવવા)

EWSના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા :   

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ આપોઇમેંટ લેવી (જો તમારા ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો.)

અપોઈમેંટની રસીદ અને પુરાવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રી કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિના મૂલ્યે) મેળવવું.

ફોર્મ ભર્યા બાદ 3 રૂપિયાની ફિ ટિકિટ ફોર્મ પર આગળના પાને જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડૉક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પિન કરવી.

ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી પાસે જઈ બધા ડૉક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે)

તલાટિશ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ EWSના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.

EWSના દાખલા માટેના ફોટા પડાવવાના સ્થળે નજીવી ફિ ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.

રસીદમાં EWSના દાખલો મેળવવાની યારીખ જોઈ જે-તે તારીખે EWSનો દાખલો મેળવી લેવો.

EWSનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિન્ક : Click here

આ પણ જુઓ