પંચાયતીરાજની વિવિધ સમિતીઓ
કારોબારી સમિતિ
- સભ્ય સંખ્યા વધુમાં વધુ નવ અને મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂરી થશે.
- કારોબારી સમિતિ નાણાં, ગ્રામરક્ષકો અને ગ્રામસંરક્ષણને લગતાં કાર્યો તેમજ બીજી કોઈ સમિતિને નહીં સોંપાયેલા કાર્યો કરશે.
- કારોબારી સમિતિ પોતાના સભ્યોમાંથી બે પેટા સમિતિઓ રચી શકશે, પણ તે કોઈ બાબતમાં આખરી નિર્ણય લઈ શકશે નહીં.
સામાજિક ન્યાય સમિતિ
- સભ્ય સંખ્યા – 5, મુદત 5 વર્ષ કે પંચાયતના જેટલી જ.
- સમિતિની રચના :
- વાલ્મીકિ કામદાર જાતિનો એક સભ્ય.
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહિલા સભ્ય.
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહિલા સભ્ય.
- જો ઉપરોક્ત જ્ઞાતિના ચૂંટાયેલા સભ્યો ન હોય તો જિલ્લા પંચાયતમાં ચૂંટાવવાની લાયકાત ધરાવતા મતદારોમાંથી આ અનામત જાતિના સભ્યોને સમિતિમાં કો – ઓપ્ટ કરી શકાય.
- કોપ્ટ થયેલા સભ્યોને મતાધિકાર નથી તેમજ તે સમિતિના અધ્યક્ષ ન બની શકે.
- સામાજિક ન્યાય સમિતિનું કાર્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ સમાજના નબળા વર્ગના લોકોને પ્રત્યે ભેદભાવપુર્વક વર્તન ન થાય તે જોવાનું છે.
- સામાજિક ન્યાય સમિતિના નિર્ણય સામે જિલ્લા પંચાયતની અપીલ સમિતિ સમક્ષ અપીલ થઈ શકતી નથી, સમિતિના નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિ રાજ્ય સરકારની 60 દિવસની મર્યાદામાં અપીલ કરી શકશે.
શિક્ષણ સમિતિ
- સભ્ય સંખ્યા – 7 થી 9, મુદત – પંચાયતના જેટલી જ.
- સમિતિની રચના :
- પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી અનુસૂચિત જાતિનો એક સભ્ય
- અનુસૂચિત જનજાતિઓ એક સભ્ય
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો એક સભ્ય.
- જો ઉપરથી કોઈ સભ્ય ન મળે તો પંચાયતના બીજા સભ્યોને નિયુક્ત કરી શકાય.
- જિલ્લામાંી મતદારયાદીમાં નામ ધરાવતા દસ વર્ષથી શૈક્ષણિક સંસ્થાનો અનુભવ ધરાવતા સ્થાનકમાંથી બે સભ્યો.
- સમિતિ જિલ્લા પંચાયતની શિક્ષણને લગતી તમામ સત્તા વાપરશે પરંતુ સર્વોપરિતા જિલ્લા પંચાયતની રહેશે. આ સમિતિને જિલ્લા પંચાયતની સંપૂર્ણ સત્તા સુપ્રત છે છતાં તેના નિર્ણયની સામે જિલ્લા પંચાયતની અપીલ સમિતિને અપીલ થઈ શકશે.
જાહેર આરોગ્ય સમિતિ
- સભ્ય સંખ્યા 5, મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂરી થશે.
- આ સમિતિ જાહેર આરોગ્ય, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, સફાઈ, પાણી પુરવઠો, શીતળા, અને કુટુંબ નિયોજનને લગતાં જિલ્લા પંચાયતને સોંપે તેવા કાર્યો અને તેવી સત્તાઓ વાપરશે.
જાહેર બાંધકામ સમિતિ
- સભ્ય સંખ્યા – 5, મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતા સમિતિની મુદત પણ પૂરી થશે.
- આ સમિતિ જાહેર બાંધકામ, વ્યવહારનાં સાધનો, મકાનો, ગામડાંના ધરોનાં બાંધકામ અને કુદરતી આફતો સામે રાહતને લગતાં કાર્યો તેમજ જિલ્લા પંચાયત જે સત્તા અને ફરજો સોંપે તે અદા કરશે.
અપીલ સમિતિ
- સભ્ય સંખ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ સિવાય અન્ય ચાર સભ્યો.
- મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પૂરી થશે.
- જિલ્લા પંચાયતના સમિતિના સેક્રેટરી માટે પંચાયતના કોઈ અધિકારીને નીમશે.
- અપીલ સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ નક્કી કરે તે સમયે અને સ્થળે મળશે. પરંતુ બેઠક અંગેની માહિતી સમિતિના સદસ્યોને ઓછામાં ઓછા બે દિવસ અગાઉ નોટિસથી જણાવવાની રહેશે.
- સમિતિના ત્રણ સભ્યો હાજર હોય ત્યારે સુનવણી થઈ શકે.
વીસ મુદ્દા અમલીકરણ સમિતિ
- સભ્ય સંખ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ સિવાય અન્ય ચાર સભ્યો.
- મુદત બે વર્ષ. પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂર્ણ થશે.
- પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ ગણાશે.
- પ્રધાનમંત્રી વીસ મુદ્દાના આર્થિક કાર્યક્રમનો પંચાયત દ્વારા અમલ કરવા માટે આ સમિતિની રચાન કરવામાં આવે છે.
વીસ મુદ્દાની યાદી
(1) ગ્રામીણ ગરીબાઈનો પ્રતિકાર
(2) વરસાદ આધારિત કૃષિ માટેની વ્યૂહરચના
(3) સિંચાઈના પાણીનો વધુ સારો ઉપયોગ
(4) મબલખ પાક
(5) જમીન સુધારણાનો અમલ
(6) ગ્રામીણ મજૂરો માટે ખાસ કાર્યક્રમ
(7) પીવાનું સ્વચ્છ પાણી
(8) સર્વ માટે આરોગ્ય
(9) બે બાળકોનો આદર્શ
(10) શિક્ષણનું વિસ્તૃતીકરણ
(11) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને ન્યાય,
(12) મહિલાઓ માટે સમાનતા
(13) યુવાનો માટે નવી તકો
(14) લોકો માટે રહેણાંકની સુવિધા
(15) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સુધારો
(16) વનીકરણ માટે નવી વ્યૂહરચના
(17) પર્યાવરણનું રક્ષણ
(18) ગ્રાહકોના હિતોની રક્ષા
(19) ગામો માટે ઊર્જા
(20) જવાબદાર વહીવટતંત્ર
અન્ય સમિતિઓ
જિલ્લા પંચાયતને જરૂર લાગે તો નીચેની વધારાની સમિતિઓ રચી શકશે તે માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીની
આવશ્યકતા નથી.
(1) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ
(2) મહિલા બાળકલ્યાણ અને યુવા પ્રવૃતિ સમિતિ
નોંધ : આવી સમિતિઓની રચના થયા પછી સમિતિઓના નાંમ, બાયોડેટા સહિતની માહિતી વિકાસ કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરને અને અગ્રસચિવશ્રી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણને નામજોગ તાત્કાલિક મોકલી આપવાની રહેશે.
જિલ્લા આયોજન સમિતિ
સમગ્ર જિલ્લા વિકાસ યોજના માટે જિલ્લા પંચાયતના સદસ્યો અને જિલ્લાની નગરપાલિકાઓના સદસ્યોની બનેલી એક જિલ્લા આયોજન સમિતિની રચના કરવામાં આવે છે.
સભ્ય સંખ્યા : 30 થી 50
(1) અધ્યક્ષ : જિલ્લા પ્રભારી મંત્રી
(2) ઉપાધ્યક્ષ : જિલ્લા પંચાયતના પ્રમુખ
(3) સભ્યો :
(1) ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જિલ્લા પંચાયતના અને નગરપાલિકા વિસ્તારની વસતિના પ્રમાણમાં, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના સદસ્યો.
(2) નિયુક્ત સભ્યો : આયોજન નિષ્ણાંત, એંજિનિયરીંગ નિષ્ણાંત, નાણાં વહીવટી નિષ્ણાંત, સ્વૈચ્છિક સ્વસહાયજોથ નિષ્ણાંત
(3) કાયમી આમંત્રિત : જિલ્લા ચૂંટાયેલ સંસદ સભ્યો
(4) આમંત્રિત : જિલ્લા કક્ષાના ખાતાઓના અધિકારો
(5) સમિતિના સચિવ : જિલ્લા કલેક્ટર
(6) સભ્ય સચિવ : જિલ્લા વિકાસ અધિકારી
FAQ
જિલ્લા આયોજન સમિતિમા કુલ કેટલા સભ્યો હોઇ છે?
૩૦ થી ૫૦ સભ્યો
જાહેર બાંધકામ સમિતિમા કુલ કેટલા સભ્યો હોઇ છે ?
૫ સભ્યો
mast post che