તાલુકા પંચાયતની રચના

તાલુકા પંચાયતની રચના

  • તાલુકા પંચાયતમાં એક લાખની વસતિ સુધી 15 બેઠકો રહેશે અને વધારાની દર 25,000 વસતિએ બે બેઠકો વધારાની રહેશે.
  • તાલુકા પંચાયતના સદસ્યોની ચૂંટણી તાલુકાના લાયકાત ધરાવતા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી કરવામાં આવે છે.
  • તાલુકા પંચાયતના સદસ્યોની ચૂંટણી તાલુકાના લાયકાત ધરાવતા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી કરવામાં આવે છે.
  • તાલુકા કે તેના ભાગમાંના કોઈપણ મતદાર મંડળમાંથી ચૂંટાયેલા ગુજરાત વિધાનસભા સભ્યો આવી તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રિતો ગણાશે, પરંતુ તેમને મતાધિકાર નહીં હોય.
  • 20 લાખથી ઓછી વસતિ ધરાવતાં રાજ્યોમાં તાલુકા પંચાયતની જોગવાઈ નથી.

વિભિન્ન રાજ્યોમાં તાલુકા પંચાયતનાં વિભિન્ન નામો :

  • જુદા જુદા રાજ્યોમાં તાલુકા પંચાયત અલગ અલગ નામે ઓળખાય છે.
  • પંચાયત સમિતિ – બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા, ૫. બંગાળ, ચંદીગઢ, આંદોમાન, નિકોબાર,
  • તાલુકા પંચાયત- ગુજરાત, કર્ણાટક
  • મંડલ – આંધ્રપ્રદેશ
  • યતિક પરિષદ – આસામ
  • જનપદ પંચાયત – મધ્યપ્રદેશ
  • પંચાયત યુનિયન – તમિલનાડુ
  • ક્ષેત્ર પંચાયત – કેરાલા
  • બ્લોક પંચાયત – ઉત્તરપ્રદેશ
  • બ્લોક ડેવલપમેંટ કાઉસિલ – જમ્મુ કાશ્મીર

જુદા જુદા રાજ્યોમાં તાલુકા પંચાયતના મુખ્ય પદાધિકારી જુદા જુદા નામે ઓળખાય છે.

  • અધ્યક્ષ : હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, પોંડિચેરી,
  • પ્રમુખ : આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કેરાલા, આંદોમાન, નિકોબાર.
  • સભાપતિ : પશ્ચિમ બંગાળ

તાલુકા પંચાયતની ચૂંટણી

  • તાલુકા પંચાયતની ચૂંટણી પક્ષીય એટલે કે રાજકીય ધોરણે લડાય છે.
  • તાલુકા પંચાયતની ચૂંટણીની અન્ય જોગવાઈઓ ગ્રામ પંચાયતની ચૂંટણીની જેવી જ છે.
  • તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી હોવાથી તા. 19 1 1979 શ્રી તાલુકા જિલ્લા પંચાયતોને પણ પક્ષાંતર ધારો લાગુ પાડવામાં આવ્યો છે.

તાલુકા પંચાયતની પ્રથમ બેઠક અને પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી

  • સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિદ્ધ કરવામાં આવે તે તારીખથી ચાર અઠવાડિયાની અંદર, જિલ્લા વિકાસ અધિકારી જે તારીખ નક્કી કરે તે દિવસે તાલુકા પંચાયતની પ્રથમ બેઠક મળે છે.
  • તાલુકા પંચાયતની પ્રથમ બેઠકના પ્રમુખની નિમણૂકનો અધિકાર જિલ્લા વિકાસ અધિકારીને છે. જિલ્લા વિકાસ અધિકારી જે અધિકારીને બેઠકના પ્રમુખ નિયુક્ત કરે તે બેઠક અધ્યક્ષ ગણાય છે. જો કે તેમને મતાધિકાર રહેશે નહિ.
  • પ્રથમ બેઠકમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય કોઈ કાર્યવાહી હાથ ધરી શકાશે નહીં.
  • આ કલમ હેઠળની ચૂંટણીમાં જો બે ઉમેદવરોને સરખા મતો પડે તો, અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીની હાજરીમાં ચિઠ્ઠી નાંખીને નક્કી કરવામાં આવે છે.

સભ્યો, પ્રમુખ તથા ઉપ-પ્રમુખના હોદ્દાની મુદત
તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દાની મુદ્દત પંચાયતની જેટલી જ એટલે કે પાંચ વર્ષની રહેશે

તાલુકા પંચાયતનાં કાર્યો

સ્વાસ્થ્ય સફાઈ ક્ષેત્રે

  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, ઔષધાલયો ચલાવવાં.
  • ગ્રામ્ય પાણી પુરવઠોની યોજનાઓ
  • પાણીનું પ્રદૂષણ અટકાવવું.
  • કુટુંબ નિયોજનનું કાર્ય કરવું.
  • શિક્ષણ સમાજ શિક્ષણ ક્ષેત્રે
  • પ્રાથમિક શાળાની સ્થાપના અને સંચાલન
  • પ્રાથમિક શાળાના ઓરડા બાંધવા, રમતગમતનાં મેદાનો બનાવવાં.
  • અનૌપચારિક શિક્ષણ, પ્રૌઢશિક્ષણ અને સમાજશિક્ષણનાં કેન્દ્રો ચલાવવાં.

કૃષિ-સિંચાઈ ક્ષેત્ર

  • ખેતીવાડી સુધારણા, સિંચાઈ બાંધકામ અને જમીન નવસાધ્ય કામગીરી
  • ખેતી સિંચાઈ માટે ધિરાણાની વ્યવસ્થા
  • ખેડૂતોના તાલીમ વર્ગો અને વિસ્તરણ કાર્યક્રમો યોજવા.
  • ગોડાઉન સ્થાપવાં અને નિભાવવાં.
  • વોટરશેડ વિકાસનાં કામો કરવાં.

પશુ સંવર્ધન ક્ષેત્ર

  • પશુ દવાખાનાં અને કૃત્રિમ ગર્ભાધનનાં કેન્દ્રો ચલાવવાં.
  • ડેરી વિકાસને પ્રોત્સાહન આપવું.

સમાજ કલ્યાણ અને સમાજસુરક્ષા ક્ષેત્રે

  • અસ્પૃશ્યતા નિવારણ
  • સમાજના નબળા વર્ગો, વિધવા ત્યક્તા માટેની યોજનાઓ
  • નિરાધાર લોકો માટે અનાથાશ્રમો સ્થાપવા અને ચલાવવાં.

ગ્રામવસવાટ ક્ષેત્ર

  • ગામતાળનો વિકાસ અને ગ્રામીણ રહેઠાણોનું આયોજન

સહકાર ક્ષેત્ર

  •  સહકારી ધોરણે ધિરાણ, વેચાણ, ઉદ્યોગ, સિંચાઈ વગેરેને લગતી સહકારી મંડળીઓ સ્થાપવી

નાનો ઉદ્યોગ

  • ઉત્પાદન સહ તાલીમ કેન્દ્રો ચલાવવાં
  • ખાદી ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગોનો વિકાસ
  • વ્યાવસાયિક માર્ગદર્શન કેન્દ્રો ચલાવવાં.

તાલુકા પંચાયતની બેઠકો

  • તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે દર ત્રણ માસે ભરવી જોઈશે.
  • પરંતુ તાલુકા પંચાયતના ઓછા ઓછા 1/3 સભ્યો પ્રમુખને લેખિત વિનંતી કરે તો બેઠક કોઈ પણ સમયે બોલાવવી જોઈશે.

તાલુકા પંચાયતની સમિતિઓ

  • આનો સવિસ્તાર ઉલ્લેખ “પંચાયતની સમિતિઓ’ પ્રકરણમાં કરેલ છે.

તાલુકા પંચાયતના પ્રમુખના કાર્યો અને સત્તાઓ

  •  તાલુકા પંચાયતના પ્રમુખ નીચીનાં કાર્યો બજાવવાનાં છે
  • તાલુકા પંચાયતની બેઠક બોલાવવી, બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવું અને તેનું સંચાલન કરવું.
  • પંચાયાતોના દફતરો તપાસી શકાશે.
  • પંચાયતનાં આર્થિક અને કારોબારી વહીવટ પર દેખરેખ રાખવી.
  • તાલુકા પંચાયતની કોઈ સમિતિમાં સભ્ય તરીકે હોય તો તે સમિતિનો હોદ્દાની રૂએ અધ્યક્ષ બને છે.

તાલુકાના સદસ્યો, ઉપપ્રમુખ અને પ્રમુખનું રાજીનામું 

  • તાલુકા પંચાયતનો સદસ્ય પ્રમુખને પોતાનું રાજીનામું લેખિતમાં આપી શકે છે અને રાજીનામું મળે તે તારીખથી અમલમાં આવે છે.
  • ઉપપ્રમુખ પંચાયતને લેખિતમાં રાજીનામું આપી શકે છે પરંતુ પંચાયત જ્યાં સુધી રાજીનામું સ્વીકારે નહીં ત્યાં સુધી અમલમાં આવશે નહીં.
  • રાજીનામાં અંગે કોઈ તકરાર ઉભી થાય તો રાજીનામું અમલમાં આવ્યા તારીખ થી 30 દિવસની કરવાની રહેશે. ૩૦ દિવસ પછી કોઈ તકરાર ચાલશે નહિ.

અવિશ્વાસની દરખાસ્ત 

  • પ્રમુખ કે ઉપપ્રમુખ વિરુદ્ધ તાલુકા પંચાયતનો કોઈ સભ્ય નિયત ફોર્મમાં કુલ સભ્યોના 50 ટકા સભ્યોની સહીથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકશે.
  • જો પ્રસ્તાવને પંચાયતના કુલ સભ્યોના 2/3 સભ્યોની બહુમતીથી પસાર કરવામાં આવે તો જે તારીખે પ્રસ્તાવ પસાર કર્યો હશે તે તારીખથી ત્રણ દિવસ પછી પ્રમુખ કે ઉપપ્રમુખ હોદ્દો ધરાવતા બંધ થશે.
  • પ્રમુખ કે ઉપપ્રમુખની વિરુદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હોય તે બેઠકમાં પ્રમુખ કે ઉપપ્રમુખ અધ્યક્ષસ્થાને રહી શકશે નહીં, જો કે આવી બેઠકમાં બોલવાનો કે મત આપવાનો અધિકાર રહેશે.

 સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખ હોદ્દા પરથી દૂર કરવા બાબત :

  •  કોઈ સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખ પોતાની ફરજ બજાવવામાં કસૂર કરે, સત્તાનો દુરુપયોગ કરે અથવા ફરજ બજાવવા અસમર્થ થયો હોય તો, યોગ્ય કાર્યવાહી કરીને જિલ્લા વિકાસ અધિકારી સંબંધિત સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
  • આવા હૂકમની સામે વિકાસ કમિશનરને અપેલ કરી શકાય છે, વિકાસ કમિશનરે આપેલ હુકમ સામે રિવિઝન અરજી કરવી પડે.
  • આવા હુકમની વિરુદ્ધમાં હૂકમની તારીખથી 30 દિવસની મુદતની અંદર રાજ્ય સરકારને અપીલ થઈ શકશે.

તાલુકા વિકાસ અધિકારીની ફરજો અને કાર્યો

(1) પંચાયત અધિનિયમ પ્રમાણે બજાવવાની ફરજો અદા કરશે.
(2) તાલુકા પંચાયતના અધિકારી સેવકોની ફરજો નક્કી કરશે.
(૩) તાલુકા પંચાયતની તમામ પ્રવૃતિઓની બાબતમાં દેખરેખ અને નિયંત્રણ રાખવું.
(4) તાલુકા પંચાયતના વિકાસા કામોના અમલ કરવા જરૂરી પગલાં લેવા.
(5) નિધિમાંથી નાણાં ઉપાડવા અને ખર્ચવા.
(6) તાલુકા પંચાયતના તમામ દફ્તરો દસ્તાવેજો કસ્ટડીમાં રાખવાં.
(7) પંચાયતની બીજી ફરજો જે કોઈપણ સમિતિને સોંપવામાં ન આવી હોય.
(8) તાલુકા પંચાયતના મંત્રી તરીકે પંચાયતની બેઠકો બોલાવવાની કાર્યસૂચિ નોટિસો તૈયાર કરવી.

તાલુકા વિકાસ અધિકારીની સત્તાઓ

  • તાલુકા વિકાસ અધિકારીની સત્તાઓ :
  • તાલુકા પંચાયતના અધિકારીઓની રજા મંજૂર કરવી.
  • તાલુકા પંચાયત કે તેની કોઈપણ સમિતિમાં હાજર રહેવાની.
  • પોતાના તાબા હેઠળના અધિકારીઓના ગુપ્ત રેકોર્ડ લખવા.
  • ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ નક્કી કરવી.
  • તાલુકા પંચાયતના અધિકારી પાસેથી ખુલાસો માંગવાની સત્તા છે.

Leave a Comment