પંચાયત મંત્રીની ફરજો અને કાર્યો

પંચાયત મંત્રીની ફરજો અને કાર્યો

(1) પંચાયતના બીજા કર્મચારીઓ પર દેખરેખ અને નિયંત્રણ રાખવું.
(2) પંચાયતનાં દફ્તરો પોતાની કસ્ટડીમાં રાખવાં.
(૩) પંચાયત વર્તી મળેલાં નાણાંને પહોંચ આપી.
(4) જરૂરી તમામ પત્રકો અને અહેવાલ તૈયાર કરાવવા.
(5) પંચાયતે કરેલ ઠરાવો અને હુકમોનો અમલ કરવો.
(6) બાકી લેણાંની વસૂલાત માટે ત્વરિત પગલાં ભરવાં.
(7) ઓડિટ નોંધો દ્વારા દર્શાવેલ ક્ષતિઓ કે ખામીઓ દૂર કરવી.
(8) પંચાયતની મિલકત પર દેખરેખ રાખવી.
(9) પંચાયતની દરેક સમિતિમાં મંત્રી તરીકે કામગીરી કરવી.
(10) હિંસા અધિનિયમ મુજબ હિસાબો તૈયાર શખવા.
(11) જન્મ કે મરણ નોંધણીની કામગીરી કરવી.
(12) મહેસૂલી તફતરો રાખવા અને અન્ય મહેસૂલી કામગીરી કરવી.
(13) તેના તાબાના નોકરો અથવ કોંટ્રાક્ટરો ગફલત, ગેરકાયદેસર વર્તણૂક, નિયમોનું ઉલ્લંધન કે અવગણના અંગેના કિસ્સાઓ પંચાયતના ધ્યાન પર રાખવાં.
(14) પંચાયતની મિલકતને લગતી ચોરી કે નુકસાન કે ઉચાપત અંગેનો અહેવાલ ત્વરાથી સરપંચને આપવો.
(15) પંચાયતની દરેક કારોબારી હુકમનો અમલ કરાવવો
(16) પંચાયતે ઠરાવ કરીને કામગીરી હુકમનો અમલ કરાવવો.
(17) પંચાયત મંત્રી ગ્રામ્ય વિસ્તારમાં લગ્નનોંધણી અધિકારીની ફરજ બજાવશે.

ગ્રામ પંચાયતની આવકનાં સાધનો

ગ્રામ પંચાયતોના વેરા અને ફી

(1) મકાન વેરો, મેળા વેરો, યાત્રાળુ વેરો, ગામના વાહનો, હોડીઓ, પ્રાણીઓ ઉપરનો ટોલ
(2) પાણીનો સામાન્ય કર, સફાઈ કર, વ્યવસાય વેરો, પાઈપ દ્વારા પાણી પૂરું પાડવામાં આવતાં ખાસ વેરો
(૩) બજારો અને અઠવાડિક બજારોમાં કી
(4) ગાંડા, ટાંગા ઊભા રાખવાની જગ્યા પર ફી, પાણી ચાર્જ
(5) ગટર વેરો, દીવાબત્તી વેરો
(6) ખાળ કુંડીનો સફાઈ વેરો
(7) કામચલાઉ બાંધકામ કે મકાનના આગળ પડતા ભાગ માટીની ફી
(8) ખાનગી સંડાસ માટેનો ખાસ સફાઈ કર

જિલ્લા સરકારી કુંડમાંથી અનુદાન

આ ફંડમાં જમીન મહેસૂલની આવકમાંથી 7.5% જેટલી રકમ જમા થાય છે, જેમાંથી આર્થિક પછાત એવી ગ્રામ પંચાયતોને અનુદાન અપાય છે.

જિલ્લા ગ્રામ ઉત્તેજન ફંડમાંથી અનુદાનકે સહાય

ફંડમાં પણ જમીન મહેસૂલની આવકમાંથી 1.5% જેટલી ક્રમ જમા થાય છે જેનો ઉપયોગ જે પંચાયત કર કે ફિ વધારીને પોતાની આવક વધારી શકે તે માટે ગ્રામ પંચાયતોને અનુદાન કે ધિરાણ પેટે અપાય છે.

જિલ્લા વિકાસ ફંડમાંથી ધિરાણ :

દરેક જિલ્લામાં જિલ્લા વિકાસ ફંડમાંથી સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ગ્રામ પંચાયત પીતાની આવકના 5 ટકાથી વધુ નહીં તેટલી રકમ આ ફંડમાં જમા કરાવે છે. આ ફંડમાંથી પંચાયતોને લોન મળી શકે છે.

રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન

  • પંચાયત ધાસની જોગવાઈ મુજબ છેલ્લા ત્રણ વર્ષની જમીન મહેસૂલની સરેરાશ આવકના 5 ટકા રકમ આ ફંડમાં જમા કરવામાં આવે છે આ કાચની નિધિ છે. આ નિધિમાંથી અનુદાન મંજૂર કરવાની સત્તા વિકાસ કમિશનરની છે.
  • વિકાસના કામો માટે અનુદાન મેળવવા ગ્રામપંચાયતે જિલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કરવાની હોય છે.

સામાજિક ન્યાય નિધિનો ઉપયોગ

  • જિલ્લા પંચાયતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ તેમજ અનેક પછાત વર્ગોના લોકો માટે જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી અમુક નિશ્ચિત રકમ સામાજિક ન્યાય નિધિ માટે ફાળવવાની હોચ છે.
  • સમાજ કલ્યાણ ક્ષેત્રનાં કાર્યો માટે ગ્રામ પંચાયતે આમાંથી સાચ મળી શકે છે.

આયોજન મંડળની ગ્રાંટ :

  • સરકારે જિલ્લા આયોજન બૉર્ડ હસ્તક (1) વિવેકાધીન જોગવાઈ અને (2) પ્રોત્સાહક જોગવાઈ વિવિકાધીન યોજના અંતર્ગત પંચાયતોને અનુદાન આપવામાં આવે છે.
  • વિવિકાધીન ગ્રાંટમાંથી મંજૂર થતાં વિકાસ કાર્યોમાં લોકફાળાનું ધોરણ નથી, જ્યારે પ્રોત્સાહક ગ્રાંટમાં લોકફાળાનું ધોરણ આપવામાં આવેલ છે.

પછાત તાલુકાઓના વિકાસની ગ્રાંટ

  • ધારાસભ્યો અને સંસદસભ્યોને તેમના વિસ્તારના વિકાસ કાર્યો માટે દર વર્ષ જે ગ્રાંટ ફાળવવામાં આવે છે તેમાંથી
    ગ્રામપંચાયતો વિકાસ કાર્યો માટે માંગણી કરી શકે છે.
  • છેલ્લા થોડાક વર્ષોથી રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરને પણ આવી કમ ફાળવી છે જેમાંથી ગ્રામપંચાયત અનુદાન
    મેળવી શકે છે.

નાણાપંચ

  • પંચાયતની પાસામાં પંચાયતોના વિકાસ કાર્યો માટે નાણાપંચની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ મુજબ પંચાયતોને કેન્દ્ર સરકાર તરફથી 75 ટકા અને રાજ્ય સરકાર તરફથી 25% ટ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવે છે.

પંચાયતની અન્ય વેરા વગરની આવકો :

  • ગૌચરની જમીન કે અન્ય જગ્યાએ લાવેલા કે આપમેળે ઊગેલા ગાંડા બાવળામાંથી થતી આવક
  • ગામના તળાવમાં શિંગોડામાં, કમળ, ફૂલ કે મત્સ્ય ઉદ્યોગમાંથી થતી આવક.
  • ગામના ગોંદરે ક્રુરતા ઢોરના છાણની આવક.
  • પંચાયતને સંપ્રાપ્ત મિલકત ત્રણ વર્ષ કરતાં ઓછા સમય માટે ભાડે આપીને થતી આવ
  • દાન ભેટની આવક

સરપંચને મળેલ સત્તાઓ :

  • કોઈની સંમતિ કે મંજૂરી મેળવ્યા વગર એક વખતે રૂ. 50નો ખર્ચ કરી શકે છે .
  • પંચાયત મંત્રીની પરચૂરણ રજા મંજૂર કરી શકે છે.
  • પંચાયતના સભ્યનું રાજીનામું મંજૂર કરી શકે છે.
  • પંચાયત મંત્રીની કામગીરીની સમીક્ષા અંગેનો ખાનગી અહેવાલ લખી શકે છે.
  • ચેક પર સહી કરવાનો અધિકાર ધરાવે છે.
  • ગ્રામ પંચાયત અને ગ્રામસભામાં બેઠકનું પ્રમુખસ્થાન સંભાળે શકે છે.
  • પંચાયતની મિટિંગમાં સરખા મત પડે તો સરપંચ ઠરાવમાં તેનો નિર્ણાયક મત આપી શકે છે.
  • મહેસૂલી રેકર્ડ હક્ક પત્રક નમૂનામાં નંબર – 6 માં નોંધ નીચે સહી કરી શકે છે.
  • પંચાયતના બારીદારની જંગમ મિલકત ટાંચમાં લેવાનો પોતાની સહીથી હુકમ કરી શકે છે.

Leave a Comment