ગ્રામ પંચાયતની રચના
– છેલ્લી વસતિગણતરી મુજબ 15000 સુધીની વસતિ ધરાવતાં ગામમાં ગ્રામપંચાયત રહેશે.
– પંચાયતની સભ્યસંખ્યા 7 થી 15 રહેશે.
– 3000 સુધી વસતિ ધરાવતા ગામમાં સભ્ય સંખ્યા 7થી રહેશે ત્યારબાદ વધુ દર એક હજાર અથવા તેના ભાગ માટે વધુ બે સભ્યોની સંખ્યા જિલ્લા કલેકટર નક્કી કરશે.
– ગામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યો રહેશે.
– સરપંચની ચૂંટણી સંબંધિત બોર્ડના લાયકાત ધરાવતા મતદારો દ્વારા સીધી ગુપ્ત મતદાનથી ચૂંટણી કરવામાં આવશે.
– ઉપસરપંચની ચૂંટણી સરપંચ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવશે.
પંચાયતની મુદત અને ચૂંટણી :
– પંચાયતની મુદત પાંચ વર્ષની ગણાય છે, પંચાયતની પાંચ વર્ષેની મુદત પૂરી થયાને કારણે થતી પુનર્ચના કરવા માટે કરવામાં આવતી ચૂંટણીની તારીખ સદરહું મુદત પૂરી થાય તે પહેલા બે મહિના કરતાં વહેલી નહીં અને મુદત પૂરી થતાંની પંદર દિવસ વધુ મોડી ન હોવી જોઈએ.
– પંચાયતની મુદત ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળે ત્યારથી જ ગણાય છે બિનહરીફ ચૂંટાનાર સભ્ય પણ પંચાયતની પ્રથમ સભાની તારીખથી જ પંચાયતોનો સદસ્ય ગણાય છે.
પંચાયતમાં અનામત બેઠકો :
– પંચાયતમાં દરેક સ્તરે મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવામાં આવે છે.
– અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વસતિના પ્રમાણમાં ગામપંચાયતમાં અનામત બેઠકો રાખવામાં આવે છે.
– સામાજિક આર્થિક પછાત માટે 10 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે.
– ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કલેક્ટર અને તાલુકા પંચાયત માટે બેઠકોની ફાળવણી વિકાસ કમિશનર કરે છે.
પંચાયતની ચૂંટણી પ્રક્રિયા
– પંચાયતની ચૂંટણી માટે પંચાયતના સદસ્યો માટેનો વોર્ડ નક્કી કરીને જે તે વોર્ડની મતદાર મંડળની રચના કરવામાં આવે છે.
– મતદાર યાદી પંચાયતની મુદત પૂરી થવાના બે મહિના પહેલા તૈયાર કરવાની છે.
– તૈયાર થયેલી મતદાર યાદીને યોગ્ય અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરીને નિયત કરેલ સ્થળે મૂકવામાં આવે છે જેથી કરીને મતદાતા પોતાના નામ અંગે કોઈ ભૂલ કે મતદાર યાદીમાં નામ છે કે નહીં તે ચકાસી શકે.
– મતદાર યાદીને પ્રસિદ્ધ અને તેની પ્રમાણિત નકલની યોગ્ય અધિકારી દ્વારા કસ્ટડી લેવી તે ચુંટણી પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે.
-ચૂંટણી અધિકારીની નિમણૂંક અને ચૂંટણીનું જાહેરનામુ પ્રગટ થાય છે. ઉમેદવારી પત્રકો નોંધવવાં, ચકાસવવાં, ઉમેદવારી પત્રકો નોંધાવવા, ચકાસવવા, પાછાં ખેંચવાં, જરૂર જણાય તો ચૂંટણી યોજવી, મતગણતરી અને છેલ્લે ચૂંટાયેલ ઉમેદવારોની પ્રસિદ્ધ સાથે ચૂંટણી પ્રક્રિયામાં પૂરી કરાય છે.
મતદાર તરીકેની યોગ્યતા :
- 18 વર્ષથી ઓછી નહીં તે ઉંમરને કોઈપણ વ્યક્તિ, સંબંધિ વોર્ડમાં રહેતી હોય તો મતદાર તરીકે નોંધાવા માટે હકદાર બને છે.
- જો આવે વ્યક્તિ ભારતનો નાગરિક ન હોય, કોર્ટ તેને અસ્થિર મગજનો જાહેર કર્યો હોય અને એને ચૂંટણી સંબંધીના ભ્રષ્ટાચરણ અને અન્ય ગુના હેઠળ મતદાર તરીકે ગેરલાયક ઠેરવવામાં આવેલ વ્યક્તિ મતદાર બની શકતો નથી.
સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ?
– ઉંમર 21 વર્ષ થી ઓછી ન હોય તેવી વ્યક્તિ.
– પંચાયત યાદીમાં મતદાર તરીકે નામ હોવું જોઈએ.
કોણ ઉમેદવારી ન કરી શકે ?
- પંચાયતના કર્મચારીઓના નાણાંકીય લેવડદેવડમાં હિત ધરાવતો હોય.
- સરકારી અથવા પંચાયતના કર્મચારી ચૂંટણીમાં ઊભા રહી શકતા નથી.
- પંચાયતના કર્મચારીઓના નાણાંકીય લેવડદેવડમાં હિત ધરાવતો હોય.
- સરકારી અથવા પંચાયતના કર્મચારી ચૂંટણીમાં ઊભા રહી શકતા નથી.
- તા. 4 8 2005 પછી બે કરતાં વધું બાળકો ધરાવનાર વ્યક્તિ
- લોકપ્રતિનિધિત્વ અધિનિયમ પ્રમાણે કોઈપણ ગુના માટે બે કે તેથી વધુ સજા પામેલ વ્યક્તિ.
- કોર્ટ કોઈ વ્યક્તિને અસ્થિર મગજની જાહેર કરી હોય.
- જે વ્યક્તિને નાદાર ઠેરવવામાં આવેલ હોય અને તેમાંથી છૂટકારો મેળવેલ ન હોય તેવી વ્યક્તિ.
- નોટિસ આપ્યા પછી ત્રણ મહિનામાં પંચાયતનું લહેણું ભરવામાં ચૂક કરે તેવી વ્યક્તિ ચૂંટણી માટે ગેરલાયક ઠરે છે.
સરપંચની ચૂંટણી
- સરપંચ અને સદસ્યોની ચૂંટણી ગુપ્ત મતદાનથી સીધી થાય છે.
- ગ્રામપંચાયત ચૂંટણી પક્ષીય એટલે કે રાજકીય ધોરણે થતી નથી.
ઉપસરપંચની ચૂંટણી
- ઉપસરપંચની ચૂંટણી સરપંચ અને ચૂંટાયેલ સદસ્યો દ્વારા થાય છે.
- સરપંચ અને સદસ્યોની ચૂંટણીના પરિણામ પછી વિજેતા ઉમેદવારોની યાદી જાહેર કર્યાના ચાર અઠવાડિયામાં – – પંચાયતની પ્રથમ બેઠક મળે છે.
- પંચાયતની પ્રથમ બેઠકની તારીખ તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે છે.
- પંચાયતની પ્રથમ બેઠકમાં ચૂંટાયેલા સરપંચ અધ્યક્ષ સ્થાન લેશે અને જો પોતે પ્રથમ બેઠકનું અધ્યક્ષ સ્થાન
- લેતા ન માંગતા હોય તો, યોગ્ય સત્તાધિકારી જે અધિકારીની નિમણૂંક કરે તે સભાનું અધ્યક્ષસ્થાન લેશે.
પંચાયતની મુદત :
- સરપંચ, ઉપસરપંચ, અને પંચાયતની સદસ્યોની મુદત 5 વર્ષની રહેશે.
- પંચાયતનો સદસ્ય સરપંચને પોતાનું રાજીનામું આપીને છૂટો થઈ શકે છે, રાજીનામું મળે તે તારીખથી મંજૂર થયેલું ગણાય છે, તેના રાજીનામું પાછું ખેંચવાનો સવાલ ઊભો થતો નથી.
- ઉપસરપંચ પંચાયતને લેખિતમાં રાજીનામું આપીને હોદા પરથી દૂર થઈ શકશે, પરંતુ પંચાયત રાજીનામું સ્વીકારે નહીં ત્યાં સુધા અમલમાં આવશે નહીં.
- સરપંચ પોતાનું લેખિત રાજીનામું તાલુકા પંચાયતને સોંપે છે, જ્યાં સુધી રાજીનામું મંજૂર કરે નહીં ત્યાં સુધી રાજીનામું અમલમાં આવશે નહીં.
- સરપંચ અને ઉપસરપંચ જો તેમના રાજીનામાં સ્વીકાર્યા ન હોય તો લેખિત વિનંતી કરીને રાજીનામાં પરત ખેંચી શકે છે.
- ઉપસરપંચ અને સભ્યના રાજીનામાં અંગેની તકરારનો નિર્ણય તાલુકા વિકાસ અધિકારી અને સરપંચના રાજીનામાનો નિર્ણય નાયબ જિલ્લા વિકાસ અધિકારી કરે છે.
સરપંચ અને ઉપસરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ
- પંચાયતના કુલ સભ્યોના 50 ટકા સભ્યોના ટેકાથી કોઈપણ સદસ્ય નિયત ફોર્મમાં અવિશ્વાસની દરખાસ્ત લાવી શકશે.
- જો સરપંચ અથવા ઉપસરપંચ વિરુદ્ધની દરખાસ્ત પંચાયતના બે તૃતિયાંસ સભ્યોની બહુમતીથી પસાર કરવામાં આવે તો બંને ઠરાવ પસાર કર્યાની તારીખથી 15 દિવસમાં પંચાયતની બેઠક બોલાવવાની રહેશે.
- આવી બેઠકમાં સરપંચ કે ઉપસરપંચ હાજર રહી શકશે, મત આપી શકશે પણ જેના વિરુદ્ધમાં પ્રસ્તાન હોય તે અધ્યક્ષસ્થાને રહી શકશે નહિ.
- જો સરપંચ આવી બેઠક ન બોલાવે તો પંચાયત મંત્રી તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કરશે તાલુકા અધિકારી રિપોર્ટ મળ્યાની તારીખથી 15 દિવસમાં આવી બેઠક બોલાવશે.
પંચાયતની બેઠક
- પંચાયતની મીટિંગ દર મહિને એક વાર મળે છે, જો 1/3 સભ્યો લેખિતમાં વિનંતી કરે તો ખાસ મીટિંગ બોલાવવી પડે.
- મીટિંગનું સ્થળ, સમય સરપંચ નક્કી કરે છે.
- પંચાયત સભામાં સરપંચ અધ્યક્ષસ્થાને હોય છે, તેમની ગેરહાજરીમાં સરપંચ.
- પંચાયત મંત્રી સભ્યોને સભાના પાંચ દિવસ પહેલાં મીટિંગની જાણ કરશે, ખાસ મિટિંગના ત્રણ દિવસ પહેલાં જાણ કરશે.
- મીટિંગમાં સરપંચ કે ઉપસરપંચ અને હાજર ન થાય તો, ત્રીસ મીનિટ રાહ જોયા પછી હાજર સભ્યોમાંથી એક તે પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવશે.
- સભામાં પ્રશ્ન પૂછવા માટે સભ્યો સરપંચને સાત દિવસ પહેલાં લેખિતમાં નોટિસ આપવાની રહેશે.
- ગણપૂર્તિ માટે સરપંચ અને ઉપસરપંચ સહિતના પંચાયતના ૧/૩ સભ્ય સંખ્યા જરૂરી ગણાશે.
- સભામાં પ્રશ્ન પૂછવા માટે સભ્યો સરપંચને સાત દિવસ પહેલા નોટીસ આપવાની રહેશે.
- સભામાં પંચાયત મંત્રી સેક્રેટરી રહેશે અને દરેક મીટિંગની દરેક મિનિટસની નોંધ નિયત ચોપડામાં રહેશે.