પંચાયતી રાજ અંગેની કેટલીક મહત્વની સમિતિઓ
બળવંતરાય મહેતા સમિતિ
🔹સરકારે બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ પોતાનો અહેવાલ 24 11 1957ના રોજ સુપરત કર્યો. અહેવાલની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી.
🔹ગ્રામકક્ષાથી જિલ્લાકક્ષા સુધી એકબીજાને સાંકળી ત્રણ સ્તરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સ્થાપના કરવી.
🔹ગ્રામ વિકાસની તમામ યોજનાઓનો વહીવટ પંચાયતોને સોંપવો અને 100 ટકા ખર્ચ આપવું.
🔹રાજ્ય સરકારના અધિકારોને – નાણાં પંચાયતોના હવાલે મૂકવાં.
🔹જમીન મહેસૂલની આવક અને અન્ય ઉપજો પંચાયતોને સ્વભંડોળ માટે આપવી.
🔹પંચાયતોને કરવેરા નાંખવા તેમજ વસૂલ કરવાની સત્તા આપવી.
🔹સરકાર દ્વારા કેટલાંક નિયંત્રણો મૂકવાં.
🔹ગ્રામ પંચાયતોનું વિઘટન કરતાં પહેલાં જિલ્લા પંચાયતનો અભિપ્રાય લેવો.
🔹યોજનાઓ સાથે કામ કરતા અધિકારી, કર્મચારીઓને પંચાયતતંત્ર નીચે મૂકવા.
જનતાદળ સરકારે 1977માં નીમેલા અશોક મહેતા સમિતિની ભલામણો નીચે મુજબ છે.
🔹બંધારણમાં ફેરફાર કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાને બંધારણીય દરજ્જો આપવો.
🔹સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નિયમિત સમયાંતરે કરવી.
🔹જિલ્લા પરિષદની રચના સીધી ચૂંટણીથી થવી જોઈએ અને તેનો અધ્યક્ષ બિન સરકારી વ્યક્તિ હોવી જોઈએ.
🔹પંચાયતોને સુપરબીજ કરવાની રાજ્યોની સત્તા મર્યાદિત કરી, છ મહિનાની અંદર નવેસરથી ચૂંટણી કરાવવી જોઈએ એટલું જ નહીં સુપરમૂડનાં પગલાં અંગે વિધાનસભાને વિશ્વાસમાં લેવી.
🔹ન્યાય પંચાયતનું નવનિર્માણ કરવું.
🔹 સામાજિક ઓટિડની વ્યવસ્થા કરવી.
ઝીણાભાઈ દરજી સમિતિ :
🔹ગુજરાત સરકારે તા. 12 4 1972ના રોજ ઝીણાભાઈ દરજીની અધ્યક્ષામાં રચી હતી, જેનો અહેવાલ 30 9
🔹1972ના રોજ સુપરત કરવામાં આવ્યો. સમિતિની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી.
🔹ત્રણે સ્તરની પંચાયતો માટે સીધી ચૂંટણી.
🔹મહિલાઓ માટે ઓછામાં ઓછી બે બેઠકો.
🔹અનુજાતિ અને અનુ.જન જાતિ માટે ઓછામાં ઓછી એક અનામત બેઠક.
🔹સરપંચની ચૂંટણી સીધા મતદારો દ્વારા.
🔹ત્રણે સ્તરની પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત બનાવવી.
🔹ગ્રામ પંચાયતોની આવક માટે કરવેરા ઉપરની વધુ જોગવાઈ.
🔹ગ્રામસભા પર વધુ ભાર.
🔹ગ્રામ પંચાયત સિવાય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પક્ષીય ધોરણે ચૂંટણી.
🔹બેવડા સભ્યપદ પર નિયંત્રણ મૂકવું.
🔹ન્યાય પંચાયતો અને સમાધાન પંચની રચનાઓ ફેરફારો કરવા.
રિખાવદાસ શાહ સમિતિ
🔹મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રિખવદાસ શાહની અધ્યક્ષતામાં તા. 23/5/1977ના રોજ એક
સમિતિ રચવામાં આવી હતી. સમિતિએ તેનો અહેવાલ 18/7/1978 ના રોજ આપ્યો. તેમના અહેવાલની મુખ્ય ભલામણો નીચે મુજબની હતી.
🔹ગ્રામ પંચાયત સ્તરે બિન હરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવા ગ્રાંટ આપવી.
🔹ગ્રામસભા પર વધુ ભાર આપવો.
🔹પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ
🔹પંચાયતોને વધારે અધિકારો અને સાધનો તબદીલ કરવાની ભલામણ. ગામડામાં થતાં દબદબો પંચાયત પોતાની મેળે દૂર કરાવે.
પંચાયતી રાજના ઉદ્દેશ્યો, સિદ્ધિઓ અને મર્યાદાઓ :
(1) સત્તાનું વિકેન્દ્રીકરણ :
પંચાયતી ધારામાં 29 વિષયો પંચાયતોના વહીવટ હેઠળ મૂકવામાં આવ્યા છે આને પરિણામે કેટલીક મહત્વની બાબતોમાં સ્થાનિક લોકો રસ લેતા છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ શક્ય બન્યું છે.
(2) લોકશાહીની પદ્ધતિની તાલીમ
ત્રણેય સ્તરની પંચાયતોમાં પંચાયતોની બેઠક, સમિતિઓની બેઠક, ગામસભા વગેરે કાર્યવાહીમાં પંચાયતો લોકોને લોકશાહીની પદ્ધતિસરની તાલીમ પૂરી પાડે છે.
(૩) લોકશાહીની પદ્ધતિની તાલીમ
લોકશાહીને સંગીન બનાવવા માટે સ્થાનિક સ્તરે પંચાયતો લોકનેતાગીરીને તાલીમ અને ઘડતર આપવાનું કામ કરે છે.
(4) લોક જાગૃતિને પ્રોત્સાહન :
લોકો પ્રશાસન રસ લેતા નથી, સ્થાનિક પ્રશ્નોની રજૂઆત પંચાયતના હોદ્દેદારો સમક્ષ રજૂ કરે, પંચાયતી ભૂમિકા, સમરસ ગ્રામપંચાયત વગેરેને લીધે લોકોમાં લોક જાગૃતિનો સંચાર થાય છે.
(5) પછાત વર્ગોનો ઉત્કર્ષ
પંચાયતના ત્રણેય સ્તરે સામાજિક ન્યાય સમિતિને ફરજિયાત સામાજિક ન્યાય મળે તે પંચાયતનો મહત્વનો ઉદ્દેશ્ય છે.
(6) મહિલા સશક્તિકરણને વેગ :
પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, તેમજ રોટેશન પ્રમાણે મહિલા પ્રમુખની જોગવાઈ પણ કરવામાં આવેલ છે, તેને પરિણામે મહિલા સશક્તિકરણની ભાવનાને બળ મળે છે.
(7) પંચ ત્યાં પરમેશ્વરની ભાવના :
અગાઉ ગામડામાં આવી ભાવના હતી, પંચાયત રાજ પણ આવી ભાવનાની અપેક્ષા રાખે છે કે ચૂંટાયેલા સદસ્યો પ્રામાણિકતાથી પોતાનું કર્તવ્ય બજાવે.
(8) સ્વરાજ અને સ્વશાસન માટે પાયાના એકમ તરીકે
સ્વરાજ અને સ્વશાસન લોકશાહીનો પાયાનો ઉદ્દેશ્ય છે, સ્થાનિક સ્તરે લોકો પોતાની સમસ્યાનું નિરાકરણ પોતાની રીતે, સ્વવિકાસ અને સામુદાયિક વિકાસ માટે પંચાયતી રાજ સ્વશાસનના પાયાના એકમ તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે.
(9) લોકભાગીદારી અન સામૂહિક કાર્યોમાં પહેલ કરવાની શક્તિ :
ગ્રામ સ્તરે વિભિન્ન પ્રાથમિક સુવિધાઓ જેવી કે શાળા, પીવાનું પાણી, રસ્તા, બાલવાડી, આંગણવાડી વગેરે પ્રજાની પાયાની જરૂરિયાતો હોઈ લોકો તેમાં લોકભાગીદારી નાણાંકીય કે અન્ય રીતે મદદરૂપ થવાની ભાવના ધરાવે છે.
લોકફાળો તેમજ દાતાઓ આ સુવિધાઓ માટે આગળ આવે છે. પંચાયતને લીધે સામુદાયિક કાર્યોમાં પહેલ કરવાની શુભવૃત્તિને પ્રોત્સાહન મળે છે.
(10) પંચાયતી રાજ રાજતંત્રનો ભાગ બને :
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ જેવી કે રસીકરણ, પ્રાથમિક શિક્ષણ, કૃષિ અને સહકારી પ્રવૃતિ, બાલવિકાસ અને મહિલા કલ્યાણ, કુટુંબ નિયોજન વગેરેના અમલીકરણમાં પંચાયતોનો ફાળો બહુ મોટો છે.
પંચાયતી રાજની મર્યાદાઓ
🔹ગ્રામ્યપંચાયતની ચૂંટણીમાં રાજકીય નેતાઓ રાજકારણ ઘુસાડીને ગામનું વાતાવરણ ઘણીવાર ડહોળાઈ રહે છે.
🔹પંચાયતની મિલકત પર માથાભારે લોકોએ કરેલ દબાણ, મતોના રાજકારણને લીધે ઘણીવાર દૂર કરવામાં આવતું નથી.
🔹ગ્રામ્યસ્તરે સામાજિક ન્યાય સમિતિએ મોટેભાગે અસરકારક ભૂમિકા ભજવી શકતી નથી.
🔹મહિલા સરપંચમાં ઘણીવાર પંચાયતનો વહીવટ સરપંચપતિ દ્વારા થતો હોય છે.
🔹પંચાયતી ધારો 1993 અગાઉની કેટલીક જોગવાઈઓમાં જરૂરી ફેરફારો કરવાની દરકાર આજ સુધી સરકાર પક્ષે રાખવામાં આવી નથી.
🔹પંચાયતી ધારામાં 29 વિષયો પંચાયતના વહીવટના હેઠળ મૂકેલ છે. પરંતુ સરકારે હજુ કેટલીક બાબતોનો વહીવટ પોતાના હસ્તક રાખ્યો છે.
🔹નિયમિત તલાટી બધાં ગામોમાં નહીં હોવાથી મોટાભાગની પંચાયતો વેર વસૂલાતની કામગીરીમાં નબળી પુરવાર થઈ છે.