ESA ના ExoMars અને Mars Express મિશન દ્વારા મંગળ પર મોટા પ્રમાણમાં બરફના પાણીની શોધ કરવામાં આવી.

ESA ના ExoMars અને Mars Express મિશન દ્વારા મંગળ પર મોટા પ્રમાણમાં બરફના પાણીની શોધ કરવામાં આવી.

  • આ પહેલીવાર છે જ્યારે મંગળના વિષુવવૃત્ત પાસે બરફની હાજરી મળી આવી છે.
  • મંગળ પર થારસીસ જ્વાળામુખીની ઉપર આ બરફ જામેલ છે.
  • થાર્સિસ એ સમગ્ર સૂર્યમંડળમાં સૌથી ઊંચો જ્વાળામુખી છે જે અંદાજે 4 હજાર કિ.મી. પહોળી અને 10 કિ.મી.ઊંચું છે.
  • આ બરફ સૌપ્રથમ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના ExoMars Trace Gas Orbiter (TGO) દ્વારા જોવામાં આવ્યો હતો.
  • સંશોધન મુજબ, બરફના આ ટુકડા સૂર્યોદયની આસપાસ થોડા કલાકો સુધી હાજર રહે છે, ત્યારબાદ તે સૂર્યપ્રકાશમાં વરાળ બની જાય છે.
  • ઠંડીની મોસમમાં લગભગ 150,000 ટન બરફ વરાળ બને છે.
  • મંગળ પર બરફનો આ જથ્થો અંદાજે 60 ઓલિમ્પિક સ્વિમિંગ પુલની સમકક્ષ છે.
  • 2007માં મંગળ પર પ્રથમ વખત પાણીની શોધ થઈ હતી.

Category: Current Affairs Detailed in Gujarati