જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી અંડર-23 એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ 2024માં ભારતે ટોચનું સ્થાન નિશ્ચિત કર્યું હતુ.

→ ભારતીય કુસ્તીબાજોએ ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં કુલ મળીને આઠ મેડલ્સ જીત્યા હતા.

→ આમાં ચાર ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે.

→ અભિમન્યુને 70 કિગ્રામાં, સંયુક્ત કુમારે 92 કિગ્રામાં, સાહિલ જગલાને 97 કિગ્રામાં અને અનિરુદ્ધ કુમારે 125 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

→ રોહિતે 65 કિગ્રામાં અને જયદીપે 74 કિગ્રામાં સિલ્વર મેડલ જીત્યા હતા.

→ શુભમે 57 કિગ્રામાં અને અમિતે 79 કિગ્રા વજન ઉંચકીને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

→ કઝાકિસ્તાને બીજું સ્થાન મેળવ્યું છે જ્યારે કિર્ગિસ્તાન ત્રીજા સ્થાને છે.

Leave a Comment