ISRO દ્વારા PS4 રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
- આ એન્જીન Polar Satellite Launch Vehicle (PSLV) નો મહત્વનો ભાગ છે, જેનો ઉપયોગ ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટે થાય છે.
- ઈસરોએ તેને 3D પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને એક ભાગમાં બનાવ્યું છે.
- આ નવી પદ્ધતિથી લગભગ 97% ભાગોને બચાવી શકાય છે.
- તેની મદદથી ઉત્પાદનને 60% સુધી ઝડપી કરી શકાય છે.
- PSLV રોકેટના ચોથા તબક્કામાં PS4 એન્જિનનો ઉપયોગ થાય છે.
- આ નવી ટેક્નોલોજીની મદદથી એન્જિનના પાર્ટ્સની સંખ્યા 14થી ઘટીને 1 થઈ ગઈ છે.
- આનાથી એન્જિનમાં 19 વેલ્ડિંગ જોઈન્ટ્સ પણ દૂર થઈ ગયા.
- 3D પ્રિન્ટીંગ એન્જીન રોકેટ સાંધા કે વેલ્ડીંગ વગર બનાવવામાં આવે છે તેનાથી રોકેટનું વજન ઓછું થાય છે અને ઈંધણની કાર્યક્ષમતા પણ વધે છે.
Category: Current Affairs Detailed in Gujarati