ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
- 6 જૂને કોલકાતામાં કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રાષ્ટ્રીય ટીમ માટે તેની છેલ્લી મેચ હશે.
- તેઓની કારકિર્દી વર્ષ l 2002માં મોહન બાગાનથી શરૂ થઈ હતી.
- યુએસએના કેન્સાસ સિટી વિઝાર્ડ્સ (2010) અને પોર્ટુગલના સ્પોર્ટિંગ સીપી રિઝર્વ્સ (2012) સાથે તેઓ રમેલા છે.
- ભારતમાં પાછા, તેણે પૂર્વ બંગાળ, ડેમ્પો, મુંબઈ સિટી એફસી અને હાલમાં, બેંગલુરુ એફસી જેવી પ્રતિષ્ઠિત ક્લબ સાથે કાર્ય કરેલ છે.
- બેંગલુરુમાં તેઓએ વર્ષ 2014 અને 2016માં I-Legue, 2019માં ISL અને વર્ષ 2018 જેવી ટ્રોફી જીતી હતુ.
- તેઓએ વર્ષ 2007, 2009, 2012નેહરુ કપ અને વર્ષ 2011, 2015, 2021માં SAFF ચેમ્પિયનશિપ માં ભારતની જીતમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
- 150 આંતરરાષ્ટ્રીય દેખાવોમાં 94 ગોલ સાથે, તે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસી પછી ત્રીજા-સૌથી વધુ સક્રિય આંતરરાષ્ટ્રીય ગોલ-સ્કોરર બન્યા.
- તેઓએ ક્લબ અને દેશની મેચમાં 515 મેચોમાં નોંધપાત્ર 252 ગોલ કર્યા હતા.
- વર્ષ 2022 માં FIFA દ્વારા ‘Captain Fantastic’ નામની ડોક્યુમેન્ટ્રી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
Category: Current Affairs Detailed in Gujarati