ભારતના કમલ કિશોરે સંયુક્ત રાષ્ટ્રમાં SRSG તરીકે કાર્યભાર સંભાળ્યો.
- યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR)માં ભારતીય અધિકારી કમલ કિશોરે સેક્રેટરી જનરલની SRSG ના વિશેષ પ્રતિનિધિ તરીકે ચાર્જ નિયુક્તિ કરવામાં આવી.
- તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના વિશેષ પ્રતિનિધિ તરીકે સેવા આપશે. જાપાનના મામી મિઝુટોરીના સ્થાને કમલ કિશોરની નિમણૂક કરવામાં આવી હતી.
- તેઓ હાલમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના સચિવ છે.
- તેઓને આપત્તિ જોખમ ઘટાડવાનો લગભગ 30 વર્ષનો અનુભવ છે.
- તેમણે સરકાર, સંયુક્ત રાષ્ટ્ર અને નાગરિક સમાજ સંસ્થાઓમાં પણ કામ કર્યું.
- તેઓએ જિનીવા, નવી દિલ્હી અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) સાથે 13 વર્ષ સુધી કામ કર્યું છે.
Category: Current Affairs Detailed in Gujarati