ભારતીય એથ્લેટ નયના તાઈવાન એથ્લેટિક્સ ઓપન 2024 ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

ભારતીય એથ્લેટ નયના તાઈવાન એથ્લેટિક્સ ઓપન 2024 ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

Feature Image

  • તેણીએ ચાઈનીઝ તાઈપેઈમાં આયોજિત મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં 6.43 મીટર અંતર સાથે આ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તેણીએ એશિયન ચેમ્પિયનશીપ 2023ની ગોલ્ડ મેડલ વિજેતા જાપાનની સુમિરે હાતાને પરાજય આપ્યો
  • આ સીઝનમાં તેને આ ચોથો મેડલ જીત્યો છે અગાઉ, તેણીએ માર્ચમાં ઇન્ડિયન ઓપન જમ્પ સ્પર્ધા અને ગયા મહિને ફેડરેશન કપ, એપ્રિલમાં બેંગલુરુમાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ-1માં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
  • ભારતના અંકેશ ચૌધરીએ પુરુષોની 800 મીટરમાં 1:50.63-0.25ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો જેમાં તેણે દેશબંધુ સોમનાથ ચૌહાણને હરાવ્યો, જેણે 1:50.88માં સિલ્વર મેડલ જીત્યો.
  • તેણે આ સિઝનમાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ-1 અને ફેડરેશન કપ પણ જીત્યો છે.
  • ભારતના દેવ મીનાએ પુરુષોની પોલ વોલ્ટમાં 5.10 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો હતો.
  • ભારતના ડીપી મનુએ પુરુષોની ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • નિત્યા રામરાજે મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે વિસ્માયા વીકેએ મહિલાઓની 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • ભારતીય ખેલાડીઓએ તાઇવાન ઓપન 2024માં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત સાત મેડલ જીત્યા.

Category: Current Affairs Detailed in Gujarati