વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા.
- તેઓનો શપથ ગ્રહણ સમારોહ મોસ્કોના ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં યોજાયો હતો.
- રશિયામાં 15-17 માર્ચે યોજાયેલી ચૂંટણીમાં પુતિનને 88% મત મળ્યા હતા. જ્યારે વિરોધ પક્ષના નિકોલે ખારીતોનોવને માત્ર 4% મત મળ્યા હતા.
- પુતિને વર્ષ 2000માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા, ત્યાર બાદ તેઓ વર્ષ 2004, 2012 અને 2018માં પણ રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે.
- શપથ ગ્રહણ સમારોહમાં રશિયાની ફેડરલ કાઉન્સિલ (સેનેટના સાંસદો), રાજ્ય ડુમાના સભ્યો (નીચલા ગૃહના સાંસદો), હાઈકોર્ટના ન્યાયાધીશો, રાજદૂતો અને વિવિધ દેશોના રાજદ્વારી કોર્પ્સના સભ્યોએ હાજરી આપી હતી.
- રશિયાના ઝાર પરિવારના રશિયાના ત્રણ રાજાઓ એલેક્ઝાંડર II, એલેક્ઝાન્ડર III અને નિકોલસ II ની તાજપોશી ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં થઈ હતી.
- શપથ ગ્રહણ સમારોહ પછી રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા, પેટ્રિઆર્કે કેથેડ્રલ ચર્ચમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે પ્રાર્થના કરી હતી.
- સમારોહની શરૂઆતમાં રશિયાના પ્રેસિડેન્શિયલ બેન્ડે એ જ ધૂન વગાડી હતી જે વર્ષ 1883માં એલેક્ઝાન્ડર III ના રાજ્યાભિષેક વખતે વગાડવામાં આવી હતી.
- ફોર્બ્સ દ્વારા વ્લાદિમીર પુતિનને વર્ષ 2013 થી 2016 સુધી સતત ચાર વખત વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા છે.
Category: Current Affairs Detailed in Gujarati