Global Intellectual Property Index 2024માં ભારતનું સ્થાન 42માં રહ્યુ.

Global Intellectual Property Index 2024માં ભારતનું સ્થાન 42માં રહ્યુ.

Feature Image

  • US Chamber of Commerce દ્વારા International Intellectual Property (IP) Index ની 12મી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી જે સમગ્ર વિશ્વમાં IP લેન્ડસ્કેપનું વ્યાપક મૂલ્યાંકન દર્શાવે છે.
  • આ વર્ષના ઈન્ડેક્સમાં 55 દેશના અર્થતંત્રોને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં મૂલ્યાંકન તેમના આઈપી ફ્રેમવર્કની ઈનોવેશન અને સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં અસરકારકતા જેવા માપદંડ દ્વારા કરવામાં આવ્યું છે.
  • આ યાદીમાં યુનાઈટેડ સ્ટેટ્સ 95.48 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, યુનાઇટેડ કિંગડમ (94.12%) બીજા, ફ્રાન્સ (93.12%)ત્રીજા, જર્મની (92.46%) ચોથા, સ્વીડન (92.12%) પાંચમા સ્થાને છે.
  • ઉપરાંત જાપાન (91.26%), નેધરલેન્ડ્સ (91.24%), આયર્લેન્ડ (89.38%), સ્પેન (86.44%), સ્વિટ્ઝર્લૅન્ડ (85.98%) ટોચના 10માં છે.
  • 55 દેશોમાંથી ભારતે 38.64 % ના એકંદર સ્કોર સાથે 42મું સ્થાન મેળવ્યું છે.

Category: Current Affairs Detailed in Gujarati