સંગીત જગતના ઉસ્તાદ રાશિદ ખાનનું 55 વર્ષની વયે નિધન.

સંગીત જગતના ઉસ્તાદ રાશિદ ખાનનું 55 વર્ષની વયે નિધન.

Feature Image

  • તેઓ સંગીતકાર હોવા ઉપરાંત, રાશિદ ખાન એક પ્રખ્યાત ગાયક પણ હતા, તેમણે જબ વી મેટ, રાઝ 3, માય નેમ ઈઝ ખાન, અને મંટો જેવી ઘણી ફિલ્મોમાં ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.
  • તેઓનો જન્મ 1 જુલાઈ 1968ના રોજ ઉત્તર પ્રદેશના બદાઉનમાં થયો હતો.
  • તેઓ રામપુર-સહસ્વાન ઘરાનાના હતા. જે ઘરાનાના સ્થાપક ઉસ્તાદ ઇનાયત હુસૈન ખાન હતા, જેઓ રાશિદના પરદાદા હતા.
  • તેઓએ 11 વર્ષની ઉંમરે પ્રથમ કોન્સર્ટ પરફોર્મન્સ આપ્યું હતું.
  • 14 વર્ષની ઉંમરે, તેઓ ITC મ્યુઝિક રિસર્ચ એકેડમી, કોલકાતામાં જોડાયા.
  • તેઓને વર્ષ 2006માં ‘પદ્મ શ્રી’ અને ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ જ્યારે 2022માં ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Category: Current Affairs Detailed in Gujarati