ચીન અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય કરારો કરવામાં આવ્યા.
- બંને દેશો વચ્ચે થયેલ 20 કરારોમાં બ્લુ-ઈકોનોમી અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ પણ સામેલ છે.
- જેમાં બ્લુ ઇકોનોમી એટલે સમુદ્ર આધારિત અર્થતંત્ર અથવા દરિયાઇ સંસાધનોનો યોગ્ય ઉપયોગ જેમાં સમુદ્રો અને મહાસાગરોમાં શિપિંગ, માછીમારી, તેલ, ગેસ, ખનિજો અને ખાણકામ, બંદર પ્રવૃત્તિઓ અને પ્રવાસન જેવા ઉદ્યોગોની સંભાવનાનો સમાવેશ થાય છે.
- કોઈપણ દેશ અને તેના દરિયાકાંઠાના રાજ્યો પાસે બ્લુ ઈકોનોમી દ્વારા પોતાનો વિકાસ કરવાની મોટી તક હોય છે.
- ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ‘ન્યૂ ઈન્ડિયા વિઝન’માં બ્લુ ઈકોનોમીને 10 મુખ્ય પરિમાણોમાંથી એક તરીકે વર્ણવવામાં આવ્યું છે.
- ચીનને હિંદ મહાસાગરમાં સીધો પ્રવેશ નથી, જે ઈન્ડો-પેસિફિકનો મોટો ભાગ છે. આ વ્યૂહાત્મક ભૌગોલિક રાજકીય મહત્વનો વિસ્તાર છે.
- ભારત, યુએસ, જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથે મળીને, ક્વાડનો એક ભાગ છે જે આ ક્ષેત્રમાં ચીનના વર્ચસ્વની સામે મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે કામ કરી રહ્યું છે.
- ઈન્ડો-પેસિફિક જાપાનના પૂર્વ કિનારેથી આફ્રિકાના પૂર્વ કિનારે વિસ્તરેલો છે.
- ચીન વિવિધ મંચો અને પહેલો દ્વારા હિંદ મહાસાગર ક્ષેત્રના દેશો સાથે સક્રિયપણે જોડાઈ ક્વાડ (ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા વચ્ચેનું રાજદ્વારી પ્લેટફોર્મ)સામે વધુ વિકાસ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે માલદીવ પણ હિંદમહાસાગર ક્ષેત્રનો ભાગ છે.
- ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિકાસ માટે ચાઈના-ઈન્ડિયન ઓશન રિજન ફોરમ જેવા મંચનો ઉપયોગ કરે છે.
Category: Current Affairs Detailed in Gujarati