બીચ ગેમ્સ 2024માં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું.

બીચ ગેમ્સ 2024માં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું.

Feature Image

  • ભારતની  સૌપ્રથમ મલ્ટિ-સ્પોર્ટ બીચ ગેમ્સ,ધી બીચ ગેમ્સ 2024, દિવના ઘોઘલા બીચ પર સમાપ્ત થઈ.
  • તેમાં મધ્યપ્રદેશ કુલ 18 મેડલ સાથે  ચેમ્પિયન બન્યું જેમાં 7 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.
  • આ ઈવેન્ટનું આયોજન 4-11 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 21 વર્ષથી ઓછી ઉંમરના 1,404 ખેલાડીઓએ વિવિધ વિષયોમાં ભાગ લીધો હતો.
  • આ ગેમ્સમાં મહારાષ્ટ્ર ત્રણ ગોલ્ડ સહિત 14 મેડલ સાથે બીજા જ્યારે તમિલનાડુ, ઉત્તરાખંડ અને યજમાન દાદરા, નગર હવેલી, દમણ અને દીવે 12-12 મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યા.
  • આસામે 8 મેડલ જીત્યા જેમાંથી 5 ગોલ્ડ મેડલ તથા લક્ષદ્વીપે બીચ સોકરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, જે પ્રાચીન ટાપુ પ્રદેશ માટે એક ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે. તેઓએ ફાઇનલમાં મહારાષ્ટ્રને 5-4થી હરાવ્યું.

Category: Current Affairs Detailed in Gujarati