સ્વામી વિવેકાનંદ નો પરિચય | swami vivekananda Gujarati | swami vivekananda essay in gujarati

સ્વામિ વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકત્તા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદનનું બાળપણનું નામ ‘નરેંદ્રનાથ દત્ત’ હતું.

નરેંદ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી જ શરૂ કર્યો હતો. ઇ.સ 1871માં ઈશ્વરચંદ્ર  વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા અને ઇ.સ 1880માં પ્રેસીડેન્સી કોલેજ (કલકત્તા)માં પ્રવેશ લીધો. બીજા વર્ષે તેઓએ કોલજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લીધો. ઇ.સ 1884માં તેને સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી.  

ઇ.સ 1881માં રામક્રુષ્ણ પરમહંસ સાથે નરેંદ્રનાથનો મેળાપ થયો. તેમની સાથે થયેલ વાર્તાલાપનો નરેંદ્રનાથ પર ઊંડો પ્રભાવ પડયો. તેમણે સન્યાસ ગ્રહણ કર્યો અને ‘વિવેકાનંદ’ નામ પડયું. સ્વામી વિવેકાનંદે રામક્રુષ્ણ પરમહંસની શિક્ષાઓ અને ઉપદેશોનો પ્રસાર કરવા માટે ઇ.સ 1897માં ‘રામક્રુષ્ણ મિશન’ ની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદે રામક્રુષ્ણ પરમહંસની શિક્ષાઓ, ગીતા અને ઉપનિષદોનું દર્શન તથા બુદ્ધ અને ઇસુના ઉપદેશોને આધાર બનાવીને વિશ્વને માનવમૂલ્યોની શિક્ષા આપી.

ઇ.સ 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં  યોજાયેલી ‘વિશ્વ ધર્મપરિષદ’ માં વિવેકાનંદે સનાતન હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિવાકનંદે સૌને ‘બહેનો અને ભાઈઓ’ શબ્દદ્વારા સંબોધિને વિચારમુગ્ધ કર્યા. આ ધર્મપરિષદમાં તેઓ ‘નુતન ભારતના સંદેશવાહક’  હતા. અહીં તેમણે પોતાની વિદ્ધતા, છટાદાર વક્તવ્યશક્તિ, આધ્યાત્મિક તેજ અને અદ્ભુત વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો. તેઓ સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ ધરાવતા હતા તથા ધર્મ-જાતિ-લિંગના આધારે થતાં આંડબરો અને ભેદભાવોની તીવ્ર આલોચના કરી હતી. અમેરિકાના પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ ‘તોફાની હિન્દુ’ ના નામથી પ્રસિદ્ધ થયા હતા.

વિવેકાનંદ માનવતાવાદી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓએ દેશના લોકોની સમસ્યાઓ અને દૂ:ખોને જાણવા માટે સમગ્ર ભારતમાં પદયાત્રા કરી હતી. તેમણે ‘દરિદ્રનારાયણ’ ની સંકલ્પના આપી હતી, જે મુજબ દૂ:ખી, પીડિત, ગરીબ વ્યક્તિમાં જ ઈશ્વર રહેલો છે, આથી જો ઈશ્વરની સેવા કરવી હોય, તો ગરીબો, પીડિતો, દુ:ખી લોકોનો સેવા કરો. તેઓ દેશને જાગૃત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવવા ઇચ્છતા હતા તથા જાતિવાદ, અસ્પૃશ્યતા અને અસમાનતાને દેશને નબળો બનાવવાના કારકો માનતા હતા. તેમણે દેશના યુવાનોને અપીલ કરી હતી કે, ‘ભારતની પ્રાચીન સંસ્કૃતિ પર ગર્વ કરો.’

‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ -સ્વામી વિવેકાનંદ   

સ્વામી વિવેકાનંદે આપેલ સંદશો :

1). હિન્દુ સંસ્કૃતિ પ્રાચીન અને શ્રેષ્ઠ છે. તે સત્યમ, શિવમ અને સુંદરમ પર આધારિત છે.

2). દરેક વ્યક્તિએ પોતાના ધર્મમાં રહીને તેનું પાલન કરવું જોઈએ, કારણ લે દુનિયાનો દરેક ધર્મ સાચો છે.

3). પશ્ચિમના ભૌતિકવદ અને પૂર્વના આધ્યાત્મિકતાવાદનું સંયોજન જ માનવજાતિના કલ્યાણનો સૌથી શ્રેષ્ઠ માર્ગ હશે.

4). વેદાંત ફક્ત હિન્દુઓનો નહીં, પરંતુ દરેક મનુષ્યનો ધર્મ છે.

સ્વામી વિવેકાનંદે લખેલા પુસ્તકો

  • જ્ઞાનયોગ
  • કર્મયોગ
  • ભક્તિયોગ
  • માય માસ્ટર

સ્વામી વિવેકાનંદનું મૃત્યુ 4 જુલાઇ 1902ના રોજ 39 વર્ષની વયે બેલુર મઠ કલકત્તા ખાતે થયું. તેના શિષ્યો માટે આ માહસમાધિ હતી.

‘ભગિની નિવેદિતા’ એ સ્વામી વિવેકાનંદના શિષ્યા હતા. તેમનું મૂળનામ ‘માર્ગરેટ એલિઝાબેથ નોબલ’ હતું. તેઓ આયશિય મૂળના હતા. વિવેકા નંદના વિચારો-કાર્યોથી પ્રભાવિત થઈ એ ભારત આવ્યા અને ભારતને પોતાની કર્મભૂઈ બનાવી.

Share this: