હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ‘માય સ્કૂલ-માય પ્રાઈડ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
- આ અભિયાન હેઠળ, વ્યક્તિઓ અને સંસ્થાઓને કારકિર્દી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવા, શિક્ષણ, યોગ તાલીમ માટે વધારાના અથવા વિશેષ વર્ગોનું આયોજન કરવા અને શાળાને નાણાં દાન આપવા માટે તેમની પસંદગીની શાળા અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
- આ અભિયાન ‘અપના વિદ્યાલય’ કાર્યક્રમ હેઠળ શરૂ કરવામાં છે જેમાં ‘ગીવ બેક ટુ સોસાયટી’ પહેલ હેઠળ નિવૃત્ત શિક્ષકો અથવા અન્ય કર્મચારીઓ, વ્યાવસાયિકો, ગૃહિણીઓ અથવા સમાજના અન્ય કોઈપણ સભ્યને આગળ આવવા અને વિદ્યાર્થીઓને કોઈપણ ચૂકવણી અથવા માનદ વેતન લીધા વિના ભણાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
- સરકાર દ્વારા જાહેર પ્રતિનિધિઓ, વહીવટી નેતાઓ અને કુશળ વ્યાવસાયિકો વચ્ચે સામૂહિક રીતે સરકારી શાળાઓના સુધારણામાં યોગદાન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો છે.
Category: Current Affairs Detailed in Gujarati