હાઇકોર્ટે દ્વારા પાસાના કેસોને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
- આ નિર્ણય બાદ 1 મેથી હાઇકોર્ટમાં નવા નોંધાનારા તમામ પાસાના કેસને સિવિલ કેસના બદલે ક્રીમીનલ ગણવામાં આવશે.
- હાઇકોર્ટની સ્થાપના થઇ ત્યારથી પાસાના કેસ સિવિલ કેસ તરીકે રજિસ્ટ્રીમાં નોંધાતા હતા પરતું ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ ચાલેલા એક કેસના ચુકાદા બાદ હાઇકોર્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- પાસાના ગુનાના આરોપીને પાસાની અરજીઓ ચાલે તે માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડતી હતી પરતું ક્રિમિનલ અપીલ તરીકે કેસને નોંધાયા બાદ ખંડપીઠમાં તેની સુનાવણી કરાશે.
Category: Current Affairs Detailed in Gujarati