સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2024ને ઊંટોનું વર્ષ જાહેર કર્યું છે.
- UN દ્વારા વર્ષ 2024ને Year of Camelids જાહેર કરાયું છે જેનો ઉદેશ્ય ઊંટોની મહત્વતાનો પ્રચાર કરવાનો છે.
- સંયુક્ત રાષ્ટ્ર મુજબ ઊંટ અનેક સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ અને આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે છે તેમજ અને સમુદાયોમાં તે સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે.
- આ સિવાય ઊંટ અમુક સમુદાયને દૂધ, માંસ અને ફાઇબર જેવી જરુરી વસ્તુઓ પણ પ્રદાન કરે છે તેમજ ઊંટ એવી જગ્યાએ રહે છે જ્યા અન્ય પશુની પ્રજાતિઓ રહી શકતી નથી.
- આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધ-શુષ્ક ભૂમિમાં રહેતા અનેક સમુદાયો અને સ્વદેશી લોકો માટે આ જાનવર સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા અને આજીવિકામાં વિશિષ્ટ ભૂમિકા ભજવે છે.
- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ના વર્ષને International Year of Millets ઘોષિત કરાયું હતું.
- આવનાર વર્ષ 2025ને UN દ્વારા International Year of Glaciers’ Preservation ઘોષિત કરાયું છે.
Category: Current Affairs Detailed in Gujarati