વડા પ્રધાન દ્વારા બેંગલુરુ નજીક બોઇંગના વૈશ્વિક એન્જિનિયરિંગ અને ટેક સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વડા પ્રધાન દ્વારા બેંગલુરુ નજીક બોઇંગના વૈશ્વિક એન્જિનિયરિંગ અને ટેક સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Feature Image

  • લગભગ રૂ. 1,600 કરોડના ખર્ચે 43 એકર જમીન પર અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર કેમ્પસ બનાવવામાં આવ્યું છે.
  • આ બોઇંગ સેન્ટર વૈશ્વિક એરોનોટિક્સ અને સંરક્ષણ ઉદ્યોગ માટે આગામી પેઢીના ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવામાં મદદ કરશે.
  • તે બેંગલુરુની બહારના ભાગમાં દેવનાહલ્લી સ્થિત હાઇ-ટેક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પાર્કમાં બનાવવામાં આવ્યું છે.
  • ઉપરાંત તેઓ દ્વારા અમેરિકન એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગના નવા વૈશ્વિક એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી કેન્દ્રના ઉદ્ઘાટન દરમિયાન ‘બોઇંગ સુકન્યા કાર્યક્રમ’ શરૂ કરવામાં આવ્યો.
  • આ કાર્યક્રમ ભારતભરની છોકરીઓ અને મહિલાઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં નિર્ણાયક કૌશલ્યો શીખવાની અને ઉડ્ડયન ક્ષેત્રમાં નોકરીઓ માટે તાલીમ આપવાની તક પૂરી પાડશે.
  • આ પ્રોગ્રામ હેઠળ, યુવાન છોકરીઓમાં STEM ક્ષેત્રની કારકિર્દીમાં રસ પેદા કરવા માટે 150 સ્થળોએ STEM લેબ બનાવવામાં આવશે.
  • પાયલોટની તાલીમ લઈ રહેલી મહિલાઓને શિષ્યવૃત્તિ પણ આપશે.
  • આ કાર્યક્રમ ફ્લાઇટ તાલીમ અભ્યાસક્રમો, પ્રમાણપત્ર પ્રાપ્તિ, સિમ્યુલેટર તાલીમ માટે ભંડોળ અને કારકિર્દી વિકાસ કાર્યક્રમોને સમર્થન આપશે.

Category: Current Affairs Detailed in Gujarati