રિલાયન્સ દ્વારા પશુ કલ્યાણ માટે રાષ્ટ્રીય પહેલ ‘Vantara’ શરૂ કરવામાં આવી.
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સા પહેલ શરૂ કરવામાં આવી છે.
- વંતરા (જંગલનો સ્ટાર – Star of the Forest) જરૂરીયાતમંદ પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન માટે કાર્યરત કરવામાં આવી છે.
- આમ કાર્યક્રમનો હેતુ પ્રાણી કલ્યાણ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અસર ઊભી કરવાનો છે.
- ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટની અંદર 3,000 એકરમાં ફેલાયેલા અભયારણ્યમાં વંતરાનું કેન્દ્ર આવેલું છે.
- આ જગ્યાને સાવધાનીપૂર્વક જંગલ જેવા વાતાવરણમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જે બચાવેલા પ્રાણીઓને સાજા થવા અને ખીલવા માટે કુદરતી અને સમૃદ્ધ રહેઠાણ પ્રદાન કરે છે.
- વંતારામાંપ્રાણી સંરક્ષણ અને સંભાળની પદ્ધતિઓમાં અત્યાધુનિક આરોગ્યસંભાળ, સમર્પિત હોસ્પિટલોની સગવડતા, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોની સુવિધા પૂરી પાડવામાં આવશે.
- વંતારા પ્રોજેકટમાં International Union for Conservation of Nature (IUCN), World Wildlife Fund for Nature (WWF), Venezuelan National Foundation of Zoos, Smithsonian Institution, World Association of Zoos and Aquariums જેવી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ કરવામાં આવ્યો છે.
- વંતારા હેઠળ મિશન હેઠળ પહેલેથી 200 થી વધુ હાથીઓ અને અસંખ્ય અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અનિશ્ચિત પરિસ્થિતિઓમાંથી બચાવવામાં આવ્યા છે અને ગેંડા, ચિત્તો અને મગર જેવી ભયંકર પ્રજાતિઓ માટે નિર્ણાયક પુનર્વસન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.
- આ ઉપરાંત આ પ્રોજેક્ટ દ્વારા મેક્સિકો અને વેનેઝુએલા જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય બચાવ મિશનમાં ભાગ લેવામાં આવ્યો છે.
- વંતારા મિશનમાં રાષ્ટ્રીય સંસ્થાઓ નેશનલ ઝૂલોજિકલ પાર્ક, દિલ્હી આસામ રાજ્ય પ્રાણી સંગ્રહાલય, નાગાલેન્ડ ઝૂલોજિકલ પાર્ક, સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક, અમદાવાદ દ્વારા પણ ભાગીદારી કરવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય પ્રાણી કલ્યાણ માટે રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સ્થાપિત કરવાનો છે.
Category: Current Affairs Detailed in Gujarati