ભારત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રની યજમાની કરશે.

  • વિષય: શિખર સંમેલનો/પરિષદો/બેઠકો

→ ભારત 21-31 જુલાઈ દરમિયાન નવી દિલ્હીના ભારતીય પેવેલિયનમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રની યજમાની કરશે.

→ આ સત્રમાં સ્ટેટ પાર્ટી, સલાહકાર સંસ્થાઓ, વરિષ્ઠ રાજદ્વારીઓ, હેરિટેજ નિષ્ણાતો, વિદ્વાનો અને સંશોધકોના 2,500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

→ તેનું ઉદ્ઘાટન 21 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

→ વર્લ્ડ હેરિટેજ કમિટીમાં હાલ ૨૧ સભ્યો છે. આર્જેન્ટિના, બેલ્જિયમ, બલ્ગેરિયા, ગ્રીસ, ભારત, ઇટાલી, જમૈકા, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા વગેરે આ સમિતિના સભ્યો છે.

→ આ સમિતિ વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનના અમલીકરણ માટે જવાબદાર છે.

→ તેની રચના 16 નવેમ્બર, 1972ના રોજ યુનેસ્કોના 17માં અધિવેશનમાં અપનાવવામાં આવેલા વિશ્વ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સંરક્ષણ પરના સંમેલન હેઠળ કરવામાં આવી હતી.

→ સમિતિનું 45મું સત્ર સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયું હતું.

Leave a Comment