ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક દ્વારા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લેવામાં આવી.
- તેણે ત્રણેય ફોર્મેટમાં 180 મેચોમાં એક ટેસ્ટ સદી અને 17 અડધી સદી સાથે 3463 રન બનાવ્યા અને 172 વિકેટ લીધી છે.
- તેણે સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ટીમમાં વર્ષ 2004માં સૌપ્રથમ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને છેલ્લે રોહિત શર્માની આગેવાની હેઠળ 2022 T20 વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યો હતો.
- ઉપરાંત તે રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના નેતૃત્વમાં રમ્યો હતો.
- તેણે 257 IPL મેચોમાં 4,842 રન બનાવ્યા છે જેમાં તે રોહિત શર્મા સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે જેમાં 22 અર્ધસદીનો સમાવેશ થાય છે.
Category: Current Affairs Detailed in Gujarati