ભારતીય પુરુષ અને મહિલા રિલે ટીમ દ્વારા ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં આવ્યું.

ભારતીય પુરુષ અને મહિલા રિલે ટીમ દ્વારા ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં આવ્યું.

Feature Image

  • ભારતીય મહિલા અને પુરુષોની રિલે ટીમ  4x400m રિલેમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ.
  • ભારતીય મહિલા અને પુરુષ ટીમ બહામાસમાં ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડમાં બીજા સ્થાને રહી હતી.
  • મહિલાઓમાં રૂપલ ચૌધરી, એમઆર પૂવમ્મા, જ્યોતિકા શ્રી દાંડી અને સુભા વેંકટેશનની 3 મિનિટ અને 29.35 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી.
  • જમૈકાની ટીમ 3.28.54 સાથે પ્રથમ ક્રમે રહી હતી.
  • પુરુષોમાં મોહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, અરોકિયા રાજીવ અને અમોજ જેકબની ટીમ 3 મિનિટ અને 3.23 સેકન્ડના સમય સાથે બીજા ક્રમે રહી હતી.
  • યુએસએ પુરૂષોની ટીમ 2:59.9ના સમય સાથે પ્રથમ સ્થાને રહી.
  • પેરિસ ઓલિમ્પિક માટે બહામાસમાં આયોજિત વિશ્વ એથ્લેટિક્સ રિલેમાં ત્રણ હીટમાંથી પ્રથમ બે સ્થાન મેળવનારી ટીમો ઓલિમ્પિક માટે કવાલિફાય થાય છે.

Category: Current Affairs Detailed in Gujarati