ભારતનું પ્રથમ સંરક્ષણ “India Defense Index Fund ETF” લોન્ચ કરવામાં આવ્યું.
- એસેટ મેનેજમેન્ટ કંપની મોતીલાલ ઓસવાલ એટલે કે AMC દ્વારા 13 જૂનના રોજ ‘મોતીલાલ ઓસવાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ’ લોન્ચ કરવામાં આવ્યું.
- આ ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ આજથી ખુલ્યું છે અને 24 જૂન, 2024ના રોજ બંધ થશે.
- તે એક ઓપન-એન્ડેડ ફંડ છે, જે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સના કુલ વળતરની નકલ અથવા ટ્રેક કરે છે.
- ઓપન એન્ડેડ સ્ટોક કોઈપણ સમયે ખરીદી અથવા વેચી શકાય છે.
- રોકાણકારો આ ન્યૂ ફંડ ઑફર (NFO)માં 13 જૂનથી 24 જૂન સુધી અરજી કરી શકશે.
- મ્યુચ્યુઅલ ફંડ એકમો તેની પાકતી તારીખ પછી ખરીદી અને વેચી શકાય છે.
- રોકાણકારો આ ડિફેન્સ ઇન્ડેક્સ ફંડમાં ઓછામાં ઓછા રૂ. 500 અને ત્યાર બાદ રૂ 1 ના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકે છે.
- મોતીલાલ ઓસવાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોના પૈસા સંરક્ષણ સંબંધિત કંપનીઓમાં જશે.
- નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સમાં 15 કંપનીઓનો સમાવેશ થાય છે, જે નિફ્ટી ટોટલ માર્કેટનો પણ ભાગ છે.
- ભારતમાં લિસ્ટેડ ડિફેન્સ કંપનીઓમાં રોકાણનો વિકલ્પ આપનાર આ પહેલું ઈન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ છે.
- આ ફંડનો ઉદ્દેશ્ય રોકાણકારોને સંરક્ષણ ક્ષેત્રની વૃદ્ધિની સંભાવનામાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે.
- એકવાર મ્યુચ્યુઅલ ફંડ લિસ્ટ થઈ જાય પછી તેને NFO કહેવામાં આવે છે.
- તમામ વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ આ રીતે NFO લોન્ચ કરીને સૂચિબદ્ધ કરવામાં આવે છે.
Category: Current Affairs Detailed in Gujarati