બ્રિટનમાં નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું.
- બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા નિપાહ વાયરસ સામે લડવા માટે રસીનું માનવીય પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું.
- આ વાયરસ ભારતના કેરળ રાજ્ય અને એશિયાના ઘણા ભાગોમાં ફેલાયો છે.
- નિપાહ વાઈરસ (NiV) એ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે તેને ઝૂનોટિક રોગ કહેવામાં આવે છે. તે ચામાચીડિયા અને ડુક્કરથી માણસોમાં ફેલાઈ શકે છે.
- આ વાયરસથી તાવ, ઉલ્ટી, શ્વાસ સંબંધી રોગ અને મગજમાં સોજો આવે છે.
- ટ્રાયલમાં ભાગ લેનાર પ્રથમ જૂથને ગયા અઠવાડિયે રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.
- આ રસી માટે એસ્ટ્રાઝેનેકા (AZN.L) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિડ 19 રસી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેલ ટેક્નોલોજી સાથે બનાવવામાં આવી છે.
- આ જીવલેણ વાયરસ માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી.
- નિપાહની ઓળખ લગભગ 25 વર્ષ પહેલા મલેશિયામાં થઈ હતી અને ત્યારબાદ તેનો પ્રકોપ બાંગ્લાદેશ, ભારત અને સિંગાપોરમાં ફેલાયો હતો.
- આ વેક્સિનના અજમાયશ માટે CEPI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
- CEPI એ વૈશ્વિક કન્સોર્ટિયમ છે જે ઉભરતા ચેપી રોગો સામે રસી વિકસાવવાનું કામ કરે છે.
- 2022માં મોડર્ના (MRNA.O) પણ CEPI દ્વારા યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી અને ચેપી રોગોના સહયોગથી વિકસાવવામાં આવી હતી.
Category: Current Affairs Detailed in Gujarati