બંધારણમાં પંચાયતી રાજ અંગેની જોગવાઇ

બંધારણમાં પંચાયતી રાજ અંગેની જોગવાઇ

કલમ 40 :- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર કલમ 40 પ્રમાણે “ગ્રામ પંચાયતોની રચના કરવા રાજ્ય પગલાં લેશે
અને સ્વરાજના એકમો તરીકે કામ કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકાર આપશે.”

કલમ 243 – ગ્રામ પંચાયત મધ્યવર્તી પંચાયત અને જિલ્લા પંચાયતની વ્યાખ્યા અને પંચાયતનો વિસ્તાર

ક. ગ્રામસભાની જોગવાઈ
ખ. દરેક રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના.
ગ. પંચાયતોની સંરચના
ઘ. પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ તેમજ મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈ.
ચ. પંચાયતોની મુદત પંચાયતની પહેલી બેઠકથી પાંચ વર્ષની તેથી વધુ નહિ.
છ સભ્યપદની ગેરલાયકાત
જ. પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ
ઝ. પંચાયતોના ભંડોળ અને કર નાંખવાની બાબત.
ટ. રાજ્યપાલ દ્વારા નાણાકીય જોગવાઈ માટે નાણાંપંચ અંગેની ભલામણ
ઠ. પંચાયતના હિસાબોનું ઓડિય – રાજ્ય વિધાનસભા અંગેની જોગવાઈ કરશે. ડ. પંચાયતોની ચૂંટણી.
ઢ. સંધ રાજ્ય ક્ષેત્રોને લાગું પાડવા બાબત
ત. આ ધારો અમુક વિસ્તારો લાગું નહી પાડવા અંગે.
થ. પ્રવર્તમાન ધારો ચાલુ રાખવા અને પંચાયત ધારો
દ. ચૂંટણી સંબંધી ન્યાયાલયની દરમિયાનગીરી.

73માં બંધારણીય સુધારણાની મુખ્ય જોગવાઈઓ :

(1) વીસ લાખ કે વધુ વસતિ ધરાવતાં તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય માળખું.
(2) ગ્રામ્ય સ્તરે ગ્રામસભાની જોગવાઈ
(3) દરેક સ્તરે સભ્યોની સીધી ચૂંટણી
(4) તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષોની ચૂંટાયેલા સદસ્યો દ્વારા ચૂંટણી.
(5) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે વસતિના પ્રમાણમાં અનામત બેઠકોની જોગવાઈ.
(6) દરેક સ્તરે સ્ત્રીઓ માટે 1/3 બેઠકો અનામત
(7) પંચાયતના અધ્યક્ષપદો માટે અનુસૂચિત જાતિઓઅ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે વસતિના પ્રમાણમાં અને મહિલાઓ માટે ત્રીજા ભાગના હોદ્દાઓ અનામત.
(8) બધા જ પ્રકારની અનામત બેઠકો અને હોદ્દાઓ વારાફરતી ફરતા રહે.
(9) ત્રણે સ્તરે સામાજિક ન્યાય સમિતિની રચના પૂરી થવાની હોય તે પહેલાં નવી પંચાયતોની ચૂંટણી.
(10) પંચાયતોની મુદત પાંચ વર્ષેની અને મુદત પૂરી થવાની હોય તે પહેલાં નવી પંચાયતોની ચૂંટણી.
(11) વિસર્જન પંચાયતોની ચૂંટણી છ મહિનામાં અવશ્ય કરવી અને આવી નવી પંચાયતની મુદત વિસર્જન પંચાયતની બાકી રહેલી મુદત પૂરતી જ રહેશે.
(12) પંચાયતોને સત્તા સોંપવા માટે તેમને સોંપાયેલ વિષયોની યાદી બંધારણીય 11મી અનુસૂચિતમાં સામેલ કરાઈ.
(13) પંચાયતોને કર, ફી, નાંખવાની સત્તા.
(14) આર્થિક સહાય માટે દર પાંચ વર્ષ નાણાં પંચની જોગવાઈ કરવી.
(15) પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન રાજ્ય ચૂંટણીપંચ કરશે.
(16) પંચાયતોના હિસાબ અને તેના ઓડિટ અંગેની જોગવાઈ વિધાનસભા કાયદો ધડીને કરાવશે.
(17) દરેક પંચાયતની મુદત તેની બેઠકની તારીખથી પાંચ વર્ષની ગણાશે.
(18) આ ધારાની જોગવાઈઓ નાગાલેંડ, મેઘાલય અને મિઝોરમ રાજ્યોને તેમજ મણિપુર રાજ્યના ડિસ્ટ્રિક્ટ કાઉસિલ ધરાવતા પર્વતીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાને લાગું પડશે નહિ.
(19) દરેક સ્તરે મતાધિકાર 18 વર્ષે છે પરંતુ સભ્યપદની ચૂંટણી માટે 21 વર્ષની છે.
(20) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે 10 ટકા અનામત બેઠકો.
(21) ગ્રામસભાને વધુ સંગીન બનાવવા માટે વિધાનસભા કાયદાથી વધારે અધિકારો આપશે.

વિભિન્ન રાજ્યોમાં પંચાયતોની જોગવાઈઓ :

(1) આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, અરૂણપ્રદેશ અને મણિપુરમાં સરપંચની સીધી મતદારો દ્વારા ચૂંટણી થાય છે.
(2) ગોવા, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર, ત્રિપુરા, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં સરપંચની ચૂંટણી પંચાયતના ચૂંટાયેલા સદસ્યો કરે છે.
(3) પંચાયતી રાજનું સૌથી નીચેનું સ્તર જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામથી ઓળખાય છે.

ગ્રામ પંચાયત :
– આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, ઓરિસ્સા, ત્રિપુરા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, સિક્કિમ, હરિયાણા, મણિપુર, પશ્ચિમ બંગાળ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, ગોવા, રાજસ્થાન, ચંદીગઢ અને અંદામાન અને નિકોબાર,
વિલેજ પંચાયત
– કેરાલા, તમિલનાડુ, દાદરાનગર હવેલી, દીવ-દમણ, લક્ષદ્વીપ અને પુડુચેરી.
– ગ્રામ પંચાયત
ગુજરાત
– ગાંવ પંચાયત
આસામ, ઉત્તર પ્રદેશ.

વિભિન્ન રાજ્યોમાં પંચાયતનાં સ્તર

– ત્રણ સ્તર આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરાલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડું, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ.
– બે સ્તર ગોવા, મણિપુર, સિક્કિમ, આંદોલન નિકોબાર, દાદરા નગરહવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, પંડુચેરી અને જમ્મુ કાશ્મીર.
– અલગ પદ્ધતિ નાગાલેંડ, મેધાલય, મિઝોરમ,

ગ્રામપંચાયતની બેઠક અંગેની જોગવાઈ

  • મહિનામાં એકવાર ત્રિપુરા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, બે મહિનામાં એકવાર કર્ણાટક, બિહાર, આસામ, ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન.
  • કોઈ નિશ્ચિત સંખ્યા નહી – ઓરિસ્સા, મહારાષ્ટ્ર, કેરાલા.
  • તમિલનાડુમાં જ્યારે પણ જરૂરી લાગે ત્યારે ગ્રામપંચાયતની મિટિંગ થઈ શકે છે પરંતુ કોઈપણ બે મીટિંગ થઈ શકે છે પરંતુ કોઈપણ બે મીટિંગ વચ્ચે 60 દિવસ કરતાં વધુ ગાળો પસાર થયો ન જોઈએ.

Leave a Comment