ફ્રાન્સના કેન્સ શહેરમાં 77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો.

ફ્રાન્સના કેન્સ શહેરમાં 77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો.

Feature Image

  • આ વર્ષે ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ફેસ્ટિવલની પ્રતિષ્ઠિત પામ ડી’ઓર શ્રેણીમાં દર્શાવવામાં આવશે.
  • આ શ્રેણીમાં 30 વર્ષ બાદ ભારતની કોઈ ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે.
  • શ્રેણીને ગોલ્ડન પામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ ઉત્સવ સૌથી મોટો, તેમજ ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે.
  • આ વર્ષે કાન્સમાં પ્રથમ વખત 9 ભારતીય ફિલ્મો સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે.
  • ઉપરાંત ભારત કાન્સમાં ‘ભારત પર્વ’ નામના પેવેલિયનનું પણ આયોજન કરશે.
  • આ પેવેલિયનમાં ગોવા, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઝારખંડ અને દિલ્હી સહિત ઘણા ભારતીય રાજ્યોમાંથી વિવિધ સ્થળો અને ફિલ્મ પ્રતિભા પણ પ્રદર્શિત કરવામાં આવશે.
  • આ પેવેલિયનની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • વર્ષ 1939માં, વિશ્વમાં માત્ર એક જ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ હતો જેમાં ઈટાલીના સરમુખત્યાર મુસોલિની અને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર એકબીજાની સલાહ લઈને ફિલ્મોને એવોર્ડ આપતા હતા જેમાં ફિલ્મમાં એક્ટિંગ, મેકિંગ અને આર્ટ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું નહોતું.
  • આ સામે વિરોધમાં ફ્રાન્સના કેન્સ શહેરમાં વર્ષ 1939માં ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ની શરૂઆત કરવામાં આવી હતી.
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ઉદ્દેશ વિવિધ પ્રકારની ફિલ્મો અને સિનેમેટોગ્રાફીને પ્રોત્સાહન આપવાનો છે.

Category: Current Affairs Detailed in Gujarati