પ્રસિદ્ધ ગોલ્ફર ટાઈગર વુડ્સને USGA ના પ્રતિષ્ઠિત ‘બોબ જોન્સ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા.

પ્રસિદ્ધ ગોલ્ફર ટાઈગર વુડ્સને USGA ના પ્રતિષ્ઠિત ‘બોબ જોન્સ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા.

Feature Image

  • બોબ જોન્સ એવોર્ડ યુનાઇટેડ સ્ટેટ્સ ગોલ્ફ એસોસિએશન (USGA) દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે.
  • તેઓને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ખેલદિલી પ્રત્યેના સમર્પણ, રમતની પરંપરાઓ પ્રત્યેના તેમના આદર અને તેમના નોંધપાત્ર  પ્રયાસો માટે આપવામાં આવ્યો.
  • તેઓની સિદ્ધિઓમાં 15 મોટી ચેમ્પિયનશિપ અને 82 પીજીએ ટૂર જીતનો સમાવેશ થાય છે.
  • બોબ જોન્સ પોતે, નવ વખતના USGA ચેમ્પિયન અને ગોલ્ફની સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક છે.
  • તેઓ રમત ઉપરાંત TGR ફાઉન્ડેશન ચલાવે છે જેના દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો અને STEM-આધારિત શિક્ષણ પ્રદાન કરવામાં મદદ કરવામાં આવે છે.
  • તેઓએ ગોલ્ફ કોર્સ ડિઝાઇન ફર્મ પણ સ્થાપી છે.
  • તે એકમાત્ર ગોલ્ફર છે જેણે સતત ત્રણ યુએસ એમેચ્યોર ટાઇટલ (1994–1996) જીત્યા છે.
  • તેઓને 2022 માં વર્લ્ડ ગોલ્ફ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
  • તેઓને 2019માં તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવ્યો હતો.

Category: Current Affairs Detailed in Gujarati