પદ્મશ્રી ભારતીય લેખિકા માલતી જોશીનું 90 વર્ષની વયે નિધન.
- તેઓને 2018માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
- તેઓની પહેલી વાર્તા ‘ધર્મયુગ’ 1971માં પ્રકાશિત થઈ હતી.
- તેઓએ હિન્દી અને મરાઠી ભાષાઓમાં 60 થી વધુ પુસ્તકો લખ્યા છે.
- તેઓના સાહિત્ય પર દેશની ઘણી યુનિવર્સિટીઓમાં સંશોધનો થયા છે.
- ‘ઔરત એક રાત હૈ’, ‘સમર્પણ કા સુખ’, ‘પિયા પીર ના જાની’, ‘હદસે ઔર હૌંસાલે’ તેમના પ્રખ્યાત પુસ્તકો છે.
- તેઓની વાર્તાઓ મરાઠી, ઉર્દૂ, બંગાળી, તમિલ, તેલુગુ, પંજાબી, મલયાલમ, કન્નડ તેમજ અંગ્રેજી, રશિયન અને જાપાનીઝ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
Category: Current Affairs Detailed in Gujarati