ન્યુઝીલેન્ડના બેટ્સમેન કોલિન મુનરો દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરવામાં આવી.
- આ નિવૃતિ બાદ પણ તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
- T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમમાં પસંદગી ન થતાં તેને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
- તેણે વર્ષ 2020 થી ન્યૂઝીલેન્ડ માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
- તેણે ત્રણેય ફોર્મેટને જોડીને 123 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 3 હજારથી વધુ રન બનાવ્યા અને 13 વિકેટ પણ લીધી.
- તેણે ન્યૂઝીલેન્ડ માટે 65 ટી20 મેચ રમી છે અને 1724 રન બનાવ્યા છે.
- તેણે વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 47 બોલમાં સદી ફટકારી હતી, જે તે સમયે ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ હતો.
- તેણે શ્રીલંકા સામે 14 બોલમાં અડધી સદી પણ ફટકારી હતી, જે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ચોથો સૌથી ઝડપી બ્લેક કેપ્સનો રેકોર્ડ છે.
- તેણે 57 ODI મેચોમાં 104.69ની સ્ટ્રાઈક રેટથી 1271 રન બનાવ્યા છે.
- તેણે વર્ષ 2012માં સાઉથ આફ્રિકા સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.
Category: Current Affairs Detailed in Gujarati