થાઈલેન્ડ દ્વારા સમલૈંગિક લગ્ન સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું.
- થાઈલેન્ડની સંસદ દ્વારા સમલૈંગિક લગ્ન સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું.
- આ બાદ થાઈલેન્ડ સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો દક્ષિણપૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો.
- થાઈલેન્ડના રાજા વજીરાલંકરણની મંજૂરી બાદ જ આ બિલને કાયદાકીય માન્યતા મળશે.
- આ બિલ ‘પુરુષ અને સ્ત્રી’ અને ‘પતિ અને પત્ની’ શબ્દોને ‘વ્યક્તિ’ અને ‘લગ્ન જીવનસાથી’માં બદલીને કાયદામાં સુધારો કરવામાં આવશે.
- આ બિલ પર વોટિંગ દરમિયાન સંસદમાં 152 સભ્યો હાજર હતા જેમાંથી 130 સભ્યોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું.
- સંસદના 4 સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું અને 18 સભ્યોએ મતદાનથી દૂર રહ્યા.
- તાઈવાન અને નેપાળમાં પણ સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવામાં આવી છે.
- ઈન્ડોનેશિયા અને બ્રુનેઈમાં સમલૈંગિકતાને ગેરકાયદેસર ગુનો ગણવામાં આવે છે.
Category: Current Affairs Detailed in Gujarati