કોવિંદ સમિતિ દ્વારા વન નેશન વન ઇલેક્શન બાબત રાષ્ટ્રપતિને અહેવાલ સુપરત કરવામાં આવ્યો.

કોવિંદ સમિતિ દ્વારા વન નેશન વન ઇલેક્શન બાબત રાષ્ટ્રપતિને અહેવાલ સુપરત કરવામાં આવ્યો.

Feature Image

  • વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે 2 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળ રચાયેલ સમિતિ દ્વારા 191 દિવસના અંતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 18,626 પાનાનો રિપોર્ટ તેનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો.
  • એક દેશ એક ચૂંટણી પર, 47 રાજકીય પક્ષોમાંથી, 32 પક્ષોએ અને 15 વિરોધમાં મતદાન કર્યું છે.
  • ભાજપ અને તેના સાથી પક્ષોએ એક સાથે ચૂંટણીની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
  • જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી DMK, NCP અને TMCએ તેનો વિરોધ કર્યો છે.
  • આ સમિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો છે.
  • કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે.
  • વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ.

Category: Current Affairs Detailed in Gujarati