કેરળ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં West Nile fever ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

કેરળ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં West Nile fever ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

Feature Image

  • રાજ્યના કોઝિકોડ, થ્રિસુર અને મલપ્પુરમમાં છ કેસ નોંધાયા અને થ્રિસુરમાં આ તાવને કારણે એક 79 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું.
  • યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આ રોગ મચ્છર કરડવાથી થાય છે.
  • West Nile fever ને કારણે તાવની સાથે ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો થાય છે.
  • West Nile fever ના 10 માંથી છ કેસમાં લક્ષણો દેખાતા નથી.
  • આ રોગ દ્વારા મગજમાં સોજો અને કરોડરજ્જુમાં સોજો જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ થઈ શકે છે.
  • આ ફિવરને ધ્યાને લઇ રાજ્યના તમામ જિલ્લાઓની પ્રિ-મોન્સુન સફાઈ ઝુંબેશ સાથે મોનિટરિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
  • અગાઉ વર્ષ 2011માં પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વેસ્ટ નાઇલ ફીવરના કેસ જોવા મળ્યા હતા.
  • વેસ્ટ નાઇલ ફીવર સૌપ્રથમ યુગાન્ડામાં વર્ષ 1937માં ક્યુલેક્સ જાતિના મચ્છરના કરડવાથી ફેલાયો હતો.

Category: Current Affairs Detailed in Gujarati