કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે અજીત ડોવલની નિમણૂક કરવામાં આવી.

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે અજીત ડોવલની નિમણૂક કરવામાં આવી.

  • IPS અધિકારી અજીત ડોભાલને સતત ત્રીજી વખત NSA બનાવવામાં આવ્યા છે.
  • અજીત ડોભાલનો જન્મ 20 જાન્યુઆરી 1945ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો.
  • તેઓ 31 મે 2014ના રોજ પ્રથમ વખત NSA બન્યા હતા.
  • આ પછી, 2019 માં તેઓનો કાર્યકાળ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો.
  • તેઓ 1968 બેચના આઈપીએસ અધિકારી છે.
  • તેઓ 1972માં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં જોડાયા હતા.
  • તેઓને 1988માં વીરતા માટે કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા હતા.
  • ભારતીય પોલીસ મેડલ મેળવનાર તે સૌથી યુવા અધિકારી છે.
  • દેશમાં NSAના પદની સ્થાપના 1998માં થઈ હતી.
  • બ્રજેશ મિશ્રાને અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રથમ NSA બનાવવામાં આવ્યા હતા.

Category: Current Affairs Detailed in Gujarati