કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીમાં CAA હેઠળ પ્રથમ વખત 14 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીમાં CAA હેઠળ પ્રથમ વખત 14 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા.

Feature Image

  • આ સાથે નાગરિકતા સંશોધન કાયદા (Citizenship (Amendment) Act (CAA)) હેઠળ દરેક શરણાર્થીને નાગરિકતા આપવાની પણ જાહેરાત કરવામાં આવી.
  • કેન્દ્ર સરકાર દ્વારા 11 માર્ચ, 2024ના રોજ દેશભરમાં CAA લાગુ કરવામાં આવ્યો હતો.
  • આ અંતર્ગત 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.
  • Citizenship Amendment Bill (CAB) 2016 માં રજૂ કરવામાં આવ્યું હતું.
  • ડિસેમ્બર 2019માં રાજ્યસભા અને લોકસભામાં આને લગતું બિલ પાસ થયું હતું.
  • આ બિલ હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે.

Category: Current Affairs Detailed in Gujarati