ઉત્તરાખંડ સરકાર દ્વારા પતંજલિની અને દિવ્યા ફાર્મસીના 14 પ્રોડક્ટ્સનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા.
- ઉત્તરાખંડ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી.
- ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા પણ આ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો.
- આ આદેશ મુજબ પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાઇસન્સ બંધ કરવામાં આવ્યું છે.
- ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા રામદેવ બાબાની કફ, બ્લડ પ્રેશર, સુગર, લીવર, ગોઇટર અને આંખના ટીપાં માટે ઉપયોગમાં લેવાતી 14 દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
- આ આદેશ તમામ જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટરોને પણ મોકલી દેવામાં આવ્યો છે.
- જિલ્લા ઔષધ નિરીક્ષક દ્વારા 16 એપ્રિલે રામદેવ, બાલકૃષ્ણ, દિવ્યા ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રામદેવની કેટલીક પ્રોડક્ટ્સની ગેરમાર્ગે દોરતી જાહેરાતો રોકવા માટેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેમની વારંવાર ટીકા કરી છે.
Category: Current Affairs Detailed in Gujarati